બોલીવુડમાં કેટલાય એવા દેશભક્તિ ગીતો છે કે જેને સાંભળ્યા બાદ લોકોના રૂંવાટા ઉભા થઈ જાય છે. વર્ષોથી આવા ગીતો રિલીઝ થતા આવ્યા છે અને આ ગીતોને આજે પણ જ્યારે લોકો ગણગણે છે ત્યારે દિલ ખુશ થઈ જાય છે. કંઈક આવું જ રશિયાની એક સ્કૂલમાં જોવા મળ્યું. અહીંયા શાળાના વિદ્યાર્થીઓ ભારતનું એક દેશભક્તિ ગીત એક સાથે ગાઈ રહ્યા હતા. આ જોયા બાદ આપણને પણ ખૂબ જ ગર્વ થાય.
View this post on Instagram
બોલીવુડના જાણીતા એક્ટર અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોને શેર કરતા તેમણે કહ્યું કે, શહીદ ફિલ્મનું આ ગીત અત્યારસુધીનું મારું સૌથી મનપસંદ ગીત રહ્યું છે. રશિયાની સેના સ્કૂલના કેન્ડીડેટો દ્વારા સવારની સ્કૂલ એસેમ્બલી પ્રાર્થના તરીકે ગાવામાં આવી રહેલા આ ગીતને સાંભળીને હું રોમાંચીત અને ગર્વ અનુભવું છું. જય હો… જય હિંદ
ઈન્ટરનેટ પર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે. અનુપમ ખેર દ્વારા શેર કરવામાં આવેલા આ વિડીયોને સાંભળ્યા અને જોયા બાદ આપને પણ ગર્વની અનુભૂતી થશે. આ વિડીયોને અત્યારસુધીમાં 5 લાખથી વધારે લોકોએ પસંદ કર્યો છે. યુઝર્સ પણ રશિયન લોકો દ્વારા ગાવામાં આવી રહેલા આ ગીત બાદ ખૂબ જ ખુશ છે.