7 વર્ષનો બાળક એક પીઢ પત્રકારની જેમ કરી રહ્યો છે રિપોર્ટીંગઃ જૂઓ આ વાયરલ વિડીયો

કોઈમ્બતૂરના સાત વર્ષના એક બાળકે ન્યુઝ રિપોર્ટીંગના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આટલી નાની ઉંમરના રિતૂ નામના બાળકે પોતાના ટેલેન્ટથી પોતાના પિતા સાથે આખા સોશિયલ મીડિયાને આચંબિત કરી દિધું છે.

કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન, રીતૂ મોટાભાગનો સમય મોબાઈલ ફોન પર ન્યુઝ ક્લિપ જોતો હતો. રિતૂના પિતાએ પોતાના દિકરાની શરારતોને રેકોર્ડ કરવાનું શરૂ કરી દિધું પરંતુ ત્યારે જ રીતુએ તેમને એક શોર્ટ વિડીયો શૂટ કરવાનો આઈડિયા આપ્યો જે બાદ લોકો આ જોઈને અચંબિત થઈ ગયા.

વિડીયોમાં રિતૂને રિપોર્ટર, એન્કર અને એક કોમનરની જેમ દેખાડવામાં આવ્યો છે જેમાં રીતૂ ખૂબ જ ક્યુટ એક્ટિંગ કરતો દેખાઈ રહ્યો છે. આ વિડીયો રીતૂના ટેલેન્ટનું એક મોટું ઉદાહરણ છે. તે કેરેક્ટરને ખૂબ જ સારી રીતે નિભાવે છે. રીતૂના આ વિડીયો તમીલ ભાષામાં છે. રીતૂનું તમિલ ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ છે.

Scroll to Top