મહામારીમાં મહિલાઓને થયું સૌથી મોટું નુકસાનઃ સ્ટડીમાં થયો મોટો ખુલાસો

કોરોના વાયરસ મહામારીનો સમય કામકાજ કરતી મહિલાઓ માટે મુશ્કેલીભર્યો રહ્યો છે. હવે એક નવી સ્ટડી સામે આવી છે કે ભારતના ઓછી આવકવાળા પરિવારોમાં મહિલાઓએ 2020માં મહામારી દરમિયાન પોતાના ભોજન અને આરામમાં કાપ કર્યો પરંતુ વધારે અનપેડ (આવક વગરનું ) કામ કર્યું. આ ખુલાસો કંસલ્ટિંગ ફર્મ ડાલબર્હની એક સ્ટડીમાં થયો છે.

સ્ટડીમાં 15000થી વધારે મહિલાઓનો સર્વે કરવામાં આવ્યો. જેમાં તે પણ ખુલ્સો થયો કે કોવિડની પ્રથમ લહેર પછી વર્કફોર્સમાં ફરીથી પરત ફરવામાં વધારે સમય લાગી રહ્યો છે.

સર્વેમાં સામેલ દર 10માંથી એક મહિલાએ કહ્યું કે, માર્ચ-ઓક્ટોબર 2020 વચ્ચે તેમના પાસે પર્યાપ્ત ભોજન નહતું. રિપોર્ટ અનુસાર, “લગભગ 3.2 કરોડ મહિલાઓએ પોતાના ઘરોમાં ભોજન વિશે ચિંતિત થવાની જાણકારી આપી. (પરંતુ હજી સુધી ખોરાક મર્યાદિત કર્યો નથી) મહામારીથી પહેલા ભારતીય મહિલાઓના ખરાબ પોષણ સંબંધી પરિણામોને જોતા, સરકાર તેને વધારી શકે છે. ”

મહામારીથી પહેલા મહિલાઓની કામ કરવાની ટકાવારી 24 ટકા હતી પરંતુ મહિલાઓ તે બધા લોકોમાંથી 28 ટકા માટે જવાબદાર હતી, જેમને નોકરી ગુમાવી દીધી હતી. તેમાંથી 43 ટકાને હજું સુધી તેમનું પેડ વર્ક પરત મળ્યું નહતું.

લગભગ 41 ટકા મહિલાઓ અને 37 ટકા પુરૂષોમાં અનપેડ વર્કમાં વધારો જોવા મળ્યો, જ્યારે 27 ટકા મહિલાઓએ કહ્યું કે, મહામારી દરમિયાન ઓછો આરામ મળ્યો, જ્યારે માત્ર 18 ટકા પુરૂષોએ આવું જ કહ્યું.

અમારૂ માનવું છે કે, મહિલાઓએ ઘરેલૂ ભારમાં થયેલો વધારો તેમના વર્કફોર્સમાં ફરીથી પ્રવેશને મુશ્કેલ બનાવી દેશે, જેના આર્થિક પરિણામ રહેશે, જે મહામારી પછી લાંબા સમય સુધી રહી શકે છે.

ડાલબર્ગ રિપોર્ટ

મનરેગા હેઠળ લિસ્ટેડ થનારી મહિલાઓમાં ઓછામાં ઓછી 30 ટકાને કામ મળ્યું નહતું.

પીરિયડ્સના સામાન, ગર્ભનિરોધક સુધી સીમિત પહોંચ

સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે મહામારીથી પહેલા પીરિયડ પૈડનો ઉપયોગ કરનાર ઓછામાં ઓછી 16 ટકા મહિલાઓ (લગભગ 1.7 કરોડ) માર્ચ અને નવેમ્બર વચ્ચે પેડ સુધી પહોંચ સીમિત હતી અથવા તો એકદમ નહતી. આનું મુખ્ય કારણ તે હતું કે, તેઓ હવે આ સામાનને ખરીદવામાં સમર્થન નહતી.

Scroll to Top