અમદાવાદમાં અચાનક પરિવારના મોભીનું કોવિડથી મોત થયુ હતું. પરિવાર આઘાતમાંથી બહાર આવી રહ્યો હતો કે ઘરના મોબાઇલ પર મૃત વ્યક્તિને કોવિડનો બીજો ડોઝ લાગ્યો હોવાનો મેસેજ આવ્યો હતો. પરિવારનું દુખ વધી ગયુ અને તેમણે સરકારી સિસ્ટમ પર ગુસ્સો આવ્યો હતો.
વશીભાઇ પરમારે જણાવ્યુ કે તેમના પિતા હરજી લક્ષ્મણ પરમાર (70)નું 23 એપ્રિલે બનાસકાંઠાના થરાદની એક હોસ્પિટલમાં કોરોનાથી મોત થયુ હતું, તેમના મોતના લગભગ ત્રણ મહિના બાદ 14 જુલાઇએ તેમના મોબાઇલ પર મેસેજ આવ્યો કે હરજી લક્ષ્મણ પરમારને કોવિડનો બીજો ડોઝ સફળતાપૂર્વક લગાવી દેવામાં આવ્યો છે.
વશીભાઇએ કહ્યુ કે તેમના પિતાને જો સમયસર હોસ્પિટલમાં બેડ અને ઓક્સીજન મળી ગયુ હોત તો આજે તે જીવતા હોત, તેમણે આરોપ લગાવ્યો કે સિસ્ટમે તેમના પિતાનો જીવ લઇ લીધો છે, તેમણે કહ્યુ કે મારા પિતા ક્યારેય વેક્સીનેશનનો પ્રથમ ડોઝ માટે ગયા નહતા અને સિસ્ટમે હવે તેમણે બીજો ડોઝ પણ લગાવી દીધો છે, આ બેદરકારી છે.
બનાસકાંઠાના સુઇગામ તાલુકાના રાદોસન ગામના રહેવાસી વશીભાઇના પિતા હરજી 17 એપ્રિલે કોવિડ પોઝિટિવ આવ્યા હતા. વશીએ જણાવ્યુ હું ત્રણ દિવસ સુધી એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડ્યો પરંતુ ક્યાય બેડ મળ્યો નહતો. મે જોયુ કે પાલનપુર સિવિલ હોસ્પિટલ બહાર લોકો મદદ માંગી રહ્યા છે. અંતે 20 એપ્રિલે અમને થરાદમાં એક ખાનગી હોસ્પિટલ મળી હતી જ્યા અધિકારીઓએ અમને પિતાને દાખલ કરવા કહ્યુ હતું.