કોરોના કાળમાં જન્મેલી એક બાળકીનો એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને આપ હસવાનું નહી રોકી શકો. આ બાળકી દરેક વસ્તુને સેનિટાઈઝર જ સમજી રહી છે અને તેની પાસે પોતાના હાથ લઈ જઈને સાફ કરી રહી છે.
હકીકતમાં કોરોના મહામારીએ આપણને કેટલીક આદતો પાડી દિધી છે કે જેને ભૂલવું ખૂબ જ મુશ્કેલ હશે. જેમાં નિયમિત અંતરાલ પર હાથોને સાફ રાખવા અને સેનેટાઈઝ કરવાનું પણ શામેલ છે. આ નિયમ અંતર્ગત એક બાળકી વિડીયોમાં રિએક્ટ કરી રહી છે.
આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર એક વ્યક્તિએ શેર કર્યો છે. વિડીયોમાં એક બાળકી દેખાઈ રહી છે, વિડીયોમાં લખ્યું છે કે બાળકી 2020 માં પેદા થઈ છે અને દરેક વસ્તુને સેનેટાઈઝર જ સમજી રહી છે. બાળકીની આ ક્યૂટ હરકત વાયરલ થઈ રહી છે.
આ નાનકડી બાળકી એક રોડના કિનારે લાગેલા લેમ્પ નીચે હાથ નાંખીને જોઈ રહી છે જેને એ સેનેટાઈઝર સ્ટેન્ડ સમજી રહી છે. ત્યારબાદ આ પોતાના હાથ એકબીજા સાથે ઘસતા દેખાઈ રહી છે. આટલું જ નહી બાળકી કિનારે લાગેલા ફૂલના કુંજાને પણ સેનેટાઈઝર મશીન જ સમજી રહી છે.
આ બાળકીને વિડીયો અત્યારે ખૂબ વાયરલ થયો છે અને લોકો અલગ-અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. કોઈ આ બાળકીને ક્યુટ કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે બાળકી ખૂબ જ સમજદાર છે.