7th મો પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness allowance, DA) માં વધારા સાથે બીજો એક સારા સમાચાર આવી રહ્યા છે. સરકારે તેમના DA વધાર્યા પછી House Rent Allowance (HRA) માં પણ સુધારો કર્યો છે. આ ઑગસ્ટના પગારમાં HRA પણ વધીને આવશે. સરકારના આદેશ મુજબ HRA એટલા માટે વધારવામાં આવ્યો છે કારણ કે DA 25 ટકાના આંકને પાર કરી ગયો છે.
કેટલો વધ્યો HRA
નાણાં મંત્રાલયના હુકમ મુજબ હવે કેન્દ્રીય કર્મચારીઓને તેમના શહેર પ્રમાણે 27 ટકા, 18 ટકા અને 9 ટકા મકાન ભાડુ ભથ્થું મળશે. આ વર્ગીકરણ X, Y અને Z class શહેરો અનુસાર છે. એટલે કે, જે કેન્દ્રીય કર્મચારી X Class City માં રહે છે તેને હવે વધુ HRA મળશે. આ પછી Y Class અને પછી Z Class વાળા લોકોને મળશે.
પહેલા કેટલું મળતું હતું HRA
એજી ઑફિસ બ્રદરહુડના અલ્હાબાદના ભૂતપૂર્વ પ્રમુખ અને ઑલ ઇન્ડિયા ઑડિટ એન્ડ એકાઉન્ટ્સ એસોસિએશનના સહાયક મહાસચિવ હરીશંકર તિવારીના મતે, 7th Pay Commission ના અમલ પછી કેન્દ્ર સરકારે HRA ની પદ્ધતિમાં ફેરફાર કર્યો હતો. તેની 3 કેટેગરીઝ – X,Y અને Z બનાવવામાં આવી હતી. તેના પ્રમાણે 24 ટકા, 18 ટકા અને 9 ટકા HRA મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે DA 25 ટકાના આંકને પાર કરશે, ત્યારે તેમાં સુધારો કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હવે DA વધીને 28 ટકા થઈ ગયો છે.
X,Y અને Z કેટેગરીનો અર્થ
હરીશંકર તિવારીના જણાવ્યા અનુસાર, X કેટેગરી ટોચ પર છે. તેમાં 50 લાખથી વધુ વસ્તીવાળા શહેરો શામેલ છે. અહીં કામ કરતા સેન્ટ્રલ કર્મચારીઓને હવે 27 ટકા HRA મળશે. જયારે, Y કેટેગરીના શહેરોમાં HRA 18 ટકા હશે. જ્યારે Z કેટેગરીમાં HRA 9 ટકા રહેશે.
વસ્તી સુધારણા
હરીશંકર તિવારીએ જણાવ્યું હતું કે શહેરનું અપગ્રેડ HRA હેઠળ પણ કરવામાં આવે છે. એટલે કે, જો કોઈ શહેરની વસ્તી 5 લાખની વસ્તીને વટાવે છે, તો તે Z કેટેગરીથી Y કેટેગરીમાં અપગ્રેડ થાય છે. એટલે કે, 9% ને બદલે, 18% HRA મળવા લાગશે.
આ રીતે ગણતરી કરો HRA
તિવારીના જણાવ્યા મુજબ, 50 લાખ કે તેથી વધુ વસ્તીવાળા શહેરોમાં કામ કરતા કર્મચારી માટે પહેલાથી જ ઓછામાં ઓછું 5400 રૂપિયાનું HRA નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે બીજી કેટેગરીમાં તે ઓછામાં ઓછું 3600 રૂપિયા અને મહિને ઓછામાં ઓછા 1800 રૂપિયા છે. હવે HRA ની ગણતરી નવા દરના આધારે કરવામાં આવશે.