સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે આપણને એવી વસ્તુ જોવા મળતી હોય છે કે જે આપણે ક્યારેક જ જોઈ શકીએ. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક શ્વાનને લગ્ન કરતો બતાવવામાં આવ્યો છે. તમે લગ્ન તો ખૂબ જ જોયા હશે પરંતુ આ પ્રકારના દુલ્હા-દુલ્હન નહી જોયા હોય.
View this post on Instagram
શ્વાનની એક જોડીના લગ્ન જોઈને આપ પણ ચોંકી જશો. ફિમેલ ડોગે બીલકુલ દુલ્હનની જેમ જ શ્રૃંગાર કર્યો છે અને મેલ બીલકુલ એક વરરાજાની જેમ તૈયાર થઈને ચૂપચાપ બેઠો છે. હદ તો ત્યારે થઈ કે બંન્નેના એક્સપ્રેશન પણ દુલ્હા અને દુલ્હન જેવા જ લાગ્યા. દુલ્હને કાનમાં બુટ્ટી પહેરી છે અને માથા પર દુપટ્ટો છે અને ચાંદલો પણ કર્યો છે. બંન્નેના ગળામાં વરમાળા પણ જોઈ શકાય છે.
શ્વાનના આ લગ્નનો વિડીયો જોઈને કેટલાય લોકો અચંબિત થઈ ગયા છે. લોકો કહી રહ્યા છે કે, આ વિડીયો જોરદાર છે. આ વિડીયોમાં ધડકન ફિલ્મનું જાણીતુ ગીત દુલ્હે કા સહેરા સુહાના લગતા હે તે વાગી રહ્યું છે.