લગ્ન સમયે જ્યારે દુલ્હા-દુલ્હન સ્ટેજ પર બેઠા હોય છે ત્યારે મીત્રો અંદર-અંદર મજાક કરતા હોય છે. સામાન્ય રીતે જોવા મળે છે કે જ્યારે લગ્નમાં દુલ્હા અને દુલ્હન સ્ટેજ પર હોય ત્યારે મિત્રો કંઈક ને કંઈક મજાક કરીને લોકોનું દિલ જીતી લેતા હોય છે. સોશિયલ મીડિયા પર અત્યારે એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દુલ્હા અને દુલ્હન સાથે આવી જ મજાક કરવામાં આવી જેનો અંદાજો નહી હોય.
View this post on Instagram
ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, સ્ટેજ પર દુલ્હો અને દુલ્હન બેઠા હોય છે અને અચાનક તેમના દોસ્ત અને કઝીન્સ એક-એક કરીને ત્યાં આવે છે. તે લોકો દુલ્હા-દુલ્હનને મળતા સમયે હાથમાં એક-એક રૂપિયાનો સિક્કો પકડાવી દે છે અને ચરણ સ્પર્શ કરીને આગળ વધે છે. આશરે અડધો ડઝન જેટલા લોકો એક પછી એક આવીને આવું વારંવાર કરે છે.
દુલ્હા અને દુલ્હન સાથે થયેલા આ મજાકનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાર્દિક ભટ્ટ નામના એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો શેર કર્યો છે. સ્ટેજ પર બેઠેલી દુલ્હન પણ આ જોઈને જોર-જોરથી હસવાનું શરૂ કરી દે છે અને ત્યાં ઉપસ્થિત લોકો પણ હસી પડે છે. આ વિડીયોને 10 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.