પોર્નોગ્રાફી ડર્ટી એપ કેસ મામલે એક પછી એક નવા ઘટસ્ફોટ થઇ રહ્યાં છે. જેમાં જે ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓએ પહેલા ધરપકડ ન કરવા માટે કુન્દ્રા પાસેથી 25 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો અન્ય એક આરોપીએ ઘટસ્ફોટ કર્યો છે. કુન્દ્રાના સાથી યશ ઠાકુરના આ દાવા પછી મુંબઇ પોલીસ પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. વોન્ટેડ યશ ઠાકુરે આ મામલે મુંબઇ પોલીસ કમિશનરને પણ ફરિયાદ કરી હતી.
મુંબઇ પોલીસ રાજ કુન્દ્રા કેસની ઉંડી તપાસ કરી રહી છે હાલમાં રાજને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેના અન્ય સાથીઓની પણ ગમે ત્યારે ધરપકડ કરાઇ શકે છે. સાથેજ ડર્ટી એપ મામલે શિલ્પા શેટ્ટીની ભૂમિકાની તપાસ જરુરી હોવાનું પોલીસનું માનવું છે. આ ગેંગ દ્વારા પોર્નોગ્રાફીનો મોટો બિઝનેસ કરવામાં આવ્યો છે અને અનેક મોડલ પણ તેમાં સામિલ હોય શકે છે, જેમજે ની સામે તપાસ ચાલુ છે.