ઘણીવાર આપણે નાનકડી દિકરીઓને નખરા કરતી વિડીયોમાં જોઈએ છીએ પરંતુ જ્યારે બાળકો પોતાના બાળપણમાં નાદાની અથવા તો પ્યારી વાતો કરે છે તો તમામ લોકોની નજર તેમના પર રહે છે. બાળકો સાવ ભોળા હોય છે અને તેમનું હ્યદય પણ અકપટ હોય છે. જે તેમને સમજાય તે કરતા તેઓ ડરતા નથી. પરંતુ કેટલીય વાર કેટલાક બાળકો એટલી પ્યારી વાત કરે છે કે તેમને સતત સાંભળતા જ રહીએ તેવી ઈચ્છા થતી હોય છે. આવો જ એક વિડીયો અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કકે, એક બાળકી કોલ્ડ્રીંક પીવા માટે પેપ્સીથી ભરેલો ગ્લાસ ઉઠાવે છે. આ જ દરમિયાન તેની ફોઈ સામે બેસીને આ બધા જ રીએક્શન કેમેરામાં રેકોર્ડ કરી રહી હોય છે. બાળકીને જ્યારે પૂછવામાં આવે છે કે તે શું પી રહી છે? ત્યારે તે જવાબ આપે છે કે પેપ્સી. બાદમાં તે પોતાની ફોઈને કહે છે કે, મારા વાળ હટાવી દો.
બાળકીનું આ અંદાજમાં બોલવું લોકોને એટલું પસંદ આવી ગયું છે કે લોકો આ વિડીયોને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. આ બાળકીને વિડીયો અત્યારે વાયરલ થયો છે. 36000 થી વધારે લોકો આ વિડીયો જોઈ ચૂયા છે. આને ઈન્સ્ટાગ્રામ પર કિયારા કપૂરે શેર કર્યો છે.