વિદાય ટાણે દુલ્હાએ કર્યું કંઈક એવું કે હસવા લાગ્યા લોકોઃ અદભૂત છે આ વાયરલ વિડીયો

દુલ્હન જ્યારે ઘરમાંથી વિદાય થાય ત્યારે આખો માહોલ કરૂણ હોય છે. લગ્નની તમામ વિધી અને રીવાજો પૂર્ણ થઈ ગયા બાદ છેલ્લે દુલ્હનની વિદાય હોય છે. આ દરમિયાન દુલ્હનના માતા-પિતા, ભાઈ-બહેન સહિત સગા વ્હાલાની આંખોમાં આંસુ હોય છે. આટલું જ નહી કેટલીક વાર તો જાનૈયાઓ પણ ઈમોશનલ થઈને રડવા લાગતા હોય છે. પરંતુ ઈન્ટરનેટ પર એવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં દુલ્હો પોતે જ રોવા લાગે છે.

 

જી હાં, લગ્ન બાદ વિદાય દરમિયાન દુલ્હનને લઈને કારમાં બેસાડવા જતો દુલ્હો કેમેરા સામે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોતાના મોબાઈલ ફોનના કેમેરાથી સેલ્ફી પોઝમાં વિડીયો રેકોર્ડ કરી રહેલો દુલ્હો રડવા જેવા એક્સપ્રેશન્સ આપે છે. ત્યારે જ આ જોઈને દુલ્હન અચાનક જ હસવા લાગે છે. આ સિવાય પાછળ આવી રહેલી દુલ્હનની સાળીઓ પણ હસવા લાગે છે.

દુલ્હાને રડતો જોઈને સાળીઓ તેની મજાક ઉડાવવા લાગી. જો કે, આવું ખૂબ જ ઓછીવાર જોવા મળ્યું છે કે દુલ્હો પોતાના જ લગ્નમાં વિદાય ટાણે રડતો હોય. આ વિડીયોને એક લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે. આને અંકુશ સક્સેનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે.

Scroll to Top