દુશ્મનોના ઉડી જશે હોશઃ DRDO એ Akash-NGનું કર્યું સફળ પરીક્ષણ

સંરક્ષણ ક્ષેત્રે ભારતે બીજી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને શુક્રવારે રાત્રે 11.45 વાગ્યે બાલાસોર ખાતે ઓડિશાના દરિયાકાંઠે આકાશ-એનજીનું સફળ પરીક્ષણ કર્યું છે. Akash-NG એટલે આકાશ ન્યૂ જનરેશન મિસાઇલ. Akash-NG એ હવાઈ રક્ષા સિસ્ટમની સપાટીથી હવામાં વાર કરનાર મિસાઇલ છે. 30 કિલોમીટરી મારક ક્ષમતા ધરાવતી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનુ છેલ્લા બે દિવસમાં આ બીજુ પરિક્ષણ છે. Akash-NG મિસાઇલને ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવી છે.

આકાશ એનજી મિસાઈલ બનાવવાની અનુમતિ વર્ષ 2016માં મળી હતી. આ મિસાઈલમાં ડ્યુઅલ પલ્સ સોલિડ રોકેટ મોટર છે જે તેની ઝડપ વધારે છે. તેની રેન્જ 40થી 80 કિલોમીટરની રેન્જ છે. સાથે જે તેમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ સકેન્ડ એરે મલ્ટી ફંક્શન રડાર લાગેલ છે. જે દુશ્મનોની એક સાથે અનેક મિસાઇલો અથવા વિમાનોને સ્કેન કરી શકે છે.

25 જાન્યુઆરીએ ડીઆરડીઓએ આકાશ-એનજી મિસાઈલનું લોન્ચિંગ ઓડિશાના ચાંદીપુર કાંઠેથી ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેંજના મોબાઇલ પ્લેટફોર્મથી કર્યું. તે એક ઇલેક્ટ્રોનિક ટાર્ગેટ તરફ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને તેણે ચોકસાઈથી નિશાન પુરૂ પાડ્યું હતું.

આકાશ એનજી મિસાઈલનું કુલ વજન 720 કીલોગ્રામ છે. તેની લંબાઈ 19 ફુટ અને વ્યાસ 1.16 ફુટ છે. આ પોતાની સાથે 60 કિલો વજનના હથિયારો લઇ જઈ શકે છે. હાલ ભારતમાં તેના ત્રણ વેરિયંટ છે. પહેલી છે આકાશ એમકે – જેની રેન્જ 30 કિલોમીટરની છે. બીજી છે આકાશ એમકે.2 તેની રેન્જ છે 40 કિલોમીટર અને ત્રીજી છે આકાશ-એનજી જેની રેન્જ છે 80 કિલોમીટર છે.

Scroll to Top