એક વ્યક્તિએ ઝાડ પર જ બનાવી દિધો આલીશાન બંગ્લો

ઝાડ પર મકાન બનાવ્યું હોય તેવા કિસ્સા ખૂબ ઓછા જોવા મળતા હોય છે. ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાં ક્યારેક એવા દ્રશ્યો જોવા મળી જાય છે કે જ્યારે લોકો ઝાડ પર રહેવા લાગે છે પરંતુ વિચારો કે ઉદયપુરમાં એક એન્જિનીયરે પોતાનો આલીશાન બંગ્લો ઝાડ પર જ બનાવી લીધો છે.

હકીકતમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં વ્યવસાયે એન્જિનીયર કેપી સિંહે આ કામ કર્યું છે. તેમણે 2000 માં આ ઘર બનાવ્યું હતું કે જે અત્યારે ફરીથી વાયરલ થઈ રહ્યું છે. આ ચાર માળનું મકાન છે કે જે દેખાવે ખૂબ જ સુંદર લાગે છે.

આશ્ચર્યની વાત એ છે કે, આ મકાન તેમણે 80 વર્ષ જૂના એક કેરીના ઝાડ પર બનાવ્યું છે. આ એક ફૂલ આલીશાન બંગ્લો છે. આને બનાવવા માટે પર્યાવરણ પ્રેમી અને એન્જિનીયર કેપી સિંહે ખૂબ જ મોટો આઈડિયા કર્યો અને તેમણે આ ઝાડની એકપણ ડાળી કાટ્યા વગર આખું ઘર બનાવી દીધું. તેમણે ઝાડની ડાળીઓના આધારે ઘરને ડિઝાઈન કર્યું છે.

Scroll to Top