27 જુલાઈના રોજ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદઃ હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ છે બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં 27 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે આજે 25 જે મી જુલાઇએ વલસાડ, નવસારી, ડાંગ અને સંઘપ્રદેશમાં રેડરે એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી  ભારે વરસાદની આગાહી કરાઇ છે.

રાજ્યમાં કુલ સીઝનનો 30 ટકા જેટજેલો વરસાદ નોંધાયો છે 166 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ગોંડલમાં 4 કલાકમાં 5 ઇંચ અને રાજકોટમાં 4 ઇંચ જેટલો થયો છે. અમદાવાદ માંમોડી સાંજે વરસાદ વરસ્યો હતો.આજે અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્રારા રેડરે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી છે. દાદરા નગર હવેલી, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાંભારે વરસાદ પડી શકે છે. સોમવારે અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે વલસાડ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, તાપી, નર્મદા, સુરત, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, દીવ, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.

બંગાળના અખાતમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદની હેલી જામી છે. છેલ્લાં કેટલાંક દિવસના અંતરાલ બાદ ગુજરાતના કેટલાંક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં ગઇકાલથી મેઘ મહેર જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘો મૂશળધાર થયો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી મેઘરાજાની પધરામણી શરૂ થઈ હતી.

સવારે બે કલાકમાં વેરાવળ-સોમનાથમાં દોઢ ઈંચ અને સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના પગલે શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી વહેવા લાગેલ જયારે શેરીઓમાં પાણી ભરાઇ ગયા હતા. તો અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી હતી. તો સાવરકુંડલામાં ફરી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી.

Scroll to Top