રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં 240 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં 200 તાલુકાઓમાં અડધાથી આઠ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના લોધિકામાં 8 ઈંચ વરસાદ જયારે છોટાઉદેપુર, કવાંટ, બેચરાજી, કાલાવાડ અને તિલકવાડા સહિતના તાલુકાઓમાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકામાં 4 થી 8 ઈંચ, 60 તાલુકામાં 2 થી 4 ઈંચ, 75 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. 26/7/21ને સવારે 6 કલાકે પુરા થતા છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન રાજકોટના લોધિકા તાલુકામાં 198 મી.મી., છોટા ઉદેપુર તાલુકામાં 190 મી.મી., કવાંટ તાલુકામાં 182 મી.મી., બેચરાજી તાલુકામાં 160 મી.મી., કાલાવાડ અને તિલકવાડા તાલુકામાં 147 મી.મી. એટલે કે 6 ઈંચથી 8 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યના બોટાદ, કપરાડા, માણાવદર. કુતિયાણા, શંખેશ્વર, ગઢડા, જોટાણ, વિજાપુર, વંથલી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, કરજણ, મહેસાણા, પ્રાતિજ, રાજકોટ, સૂત્રાપાડા, ડભોઈ અને ફતેપુરા સહિત 19 તાલુકામાં 4 થી 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
જયારે 60 તાલુકાઓ એવા છે જ્યાં 2 થી 4 ઈંચ અને 75 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ 80 તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો એટલે કે 24 મી.મી, થી 1 મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 32.58 ટકા એટલે કે 273.65 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 35.19 ટકા જયારે કચ્છ ઝોનમાં 30.25 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 31. 89 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 30.08 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 28.16 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી વિગત મુજબ આજે તા. 26 જુલાઈના બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 153 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં 78 મી.મી. એટલે કે 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ખેરગામ, ધરમપુર, વાંસદ, વાપી, વઘઈ, ડાંગ-આહવા, માળિયા, પારડી, ચીખલી, વિસાવદર, મોરબી, વલસાડ, કોડીનાર, ધાનપુર, સુબિર, ઉના, ગરબાડા, કપરાડા, માલપુર, ગણદેવી અને જાફરાબાદ મળી 21 તાલુકાઓમાં 1 થી 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે 130 તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો એટલે કે 24 મી.મી, થી 1 મી.મી. સુધીનો વરસાદ નોંધાયો છે.