લખનઉનો પણ દિલ્હીની જેમ કરીશું ઘેરાવ: ખેડૂત નેતા રાકેશ ટીકૈતની મોટી જાહેરાત

કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સોમવારે કહ્યું કે, દેશની દરેક રાજધાનીને દિલ્હી બનાવીશું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ટ્રેક્ટર પર સવાર થઈને સંસદ જવાના પ્રશ્ન પર ટિકૈતે જવાબ આપ્યો કે હવે સંસદ સુધી ટ્રેક્ટર જશે. તે ટ્રેક્ટર નહીં પરંતુ ટેંક છે.

ભારતીય ખેડૂત યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે એક વખત ફરીથી રિપીટ કર્યું કે, જ્યાર સુધી કૃષિ કાયદાઓને પરત લેવામાં આવશે નહીં, ત્યારે સુધી આંદોલન ચાલતો રહશે. સરકાર સાથે થયેલી બેઠકો પર તેમને જણાવ્યું કે, અનેક મીટિંગ થઈ જેમાં કેટલાક મુદ્દાઓ પર અમે સહમત થઇ ગયા પરંતુ સરકાર નહીં.

યૂપીની રાજધાની લખનઉ પહોંચેલ રાકેશ ટિકૈતે કહ્યું કે, અમે અંતે લખનઉ કેમ ના આવી શકીએ. લખનઉને દિલ્હી બનાવીશું અને તેને પણ ઘેરીશું.

દેશની દરેક રાજધાનીને દિલ્હી બનાવીશું. બીજેપી પર હુમલો કરતાં ખેડૂત નેતા ટિકૈતે કહ્યું કે, બીજેપી પણ ત્રણ રીતની છે. એક બીજેપી મકાનની અંદર કેદ છે. તેમના પોતાના નેતાઓ પણ કંઈ જ બોલી શકતા નથી.

પાછલા આઠ મહિનાઓથી દિલ્હી બોર્ડર પર અનેક ખેડૂતો સાથે કૃષિ કાયદાઓની વાપસીની માગણી કરી રહેલા ટિકૈતે કહ્યું કે, ખેડૂતોની લડાઈ બીજેપી સાથે નથી. તેમને કહ્યું- “અમારી લડાઈ બીજેપી સાથે નહીં, પરંતુ મોદી સરકાર સાથે છે. બીજેપીના મોટા નેતાઓને હાઉસ એરેસ્ટ કરી દેવામાં આવ્યા છે.”

Scroll to Top