ચા પીધા પછી કપ ફેંકી દેવાના નથી, ખાઈ જવાના છેઃ જૂઓ આ અદભૂત વિડીયો અને વાંચો સ્ટોરી

ચા, એક એવું ડ્રીંક છે કે જે સવારમાં ન મળે તો ઘણા ખરા લોકોને દિવસ જ ન ઉગે. ચા આપણા જીવનનું એક અમૂલ્ય અંગ છે. ચા ને એકાક્ષરી પણ કહેવામાં આવે છે. અત્યારના આ સમયમાં તો અલગ-અલગ પ્રકારની ચા મળતી થઈ ગઈ છે. બ્લેક ટી, ગ્રીન ટી, લેમન ટ્રી અને અન્ય પણ..

પરંતુ આજે વાત ચાની નહી પરંતુ ચાના કપની કરવી છે. સામાન્ય રીતે આપણ ક્યાંય ચા પીવા જઈએ તો ચા પીને કપ ડસ્ટબીનમાં ફેંકી દેવાના હોય છે. પહેલા પ્લાસ્ટીકના કપમાં ચા આપવામાં આપવામાં આવતી હતી પરંતુ પ્રકૃતિને થઈ રહેલા નુકસાનને લઈને હવે ચાની કિટલી કે કેફે પર લગભગ બધી જ જગ્યાએ ચા પ્લાસ્ટીકના કપમાં નહી પરંતુ પેપરના કપમાં આપવામાં આવે છે.

પરંતુ શું આપે ક્યારેય સાંભળ્યું છે કે, ચા પીને તેનો જે કપ હોય તે ડસ્ટબીનમાં ફેંકી નહી દેવાનો પરંતુ ખાઈ જવાનો, ખરેખર આપને આ ગજબ લાગશે અને વાત પર વિશ્વાસ નહી આવે પરંતુ આ વાત સત્ય છે. રાજકોટમાં એક એવું કેફે છે કે જ્યાં ચા પીધા પછી કપ ફેંકી નહી દેવાના પરંતુ ખાઈ જવાના હોય છે.

હકીકતમાં આ શોપના માલિકે એક નવું ઈનોવેશન કર્યું છે. આમણે ચાના કપ પ્લાસ્ટીક કે પેપરમાંથી નહી પરંતુ બિસ્કીટમાંથી બનાવ્યા છે. બિસ્કીટથી બનેલા આ કપમાં જ તમને ચા આપવામાં આવે છે, અને તમે જેવા જ ચા પીલો કે તરત જ આ કપને તમારે ખાઈ જવાના હોય છે કારણ કે આ બિસ્કીટથી બનેલા છે.

કાગળ બનાવવા માટે વૃક્ષોને કાપવા પડે છે,કારણ કે વૃક્ષોમાંથી જ પેપર બનતા હોય છે, હવે વૃક્ષો કપાય એની સીધી જ અસર પ્રકૃતિ પર થાય છે અને ગ્લોબલ વોર્મીંગ પણ વધે છે. ત્યારે આ આખી ઘટનાને અટકાવવા માટે રાજકોટમાં આ વ્યક્તિ દ્વારા એક ખૂબ જ સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે જે ખરેખર બિરદાવવા લાયક છે.

Scroll to Top