એ વાતમાં કોઈ શક નથી કે અત્યારની જનરેશનના બાળકો ખૂબ જ એક્ટિવ હોય છે. તેમને સુર-તાલની ગજબ ઓળખ હોય છે. સોશિયલ મીડિયા પર આવા ટેલેન્ટેડ બાળકોના કેટલાય વિડીયો વાયરલ થતા રહે છે. ઈશાન્વી હેગડે નામની એક બાળકીએ પોતાની માતા સાથે ડાન્સના વિડીયો બનાવે છે. તેનો દરેક વિડીયો ગજબ હોય છે. સાથે જ બાળકીના એક્સપ્રેશન્સ પણ ગજબ હોય છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર અત્યારે આ બાળકીનો ડાન્સ વિડીયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ બાળકી પોતાના મૂવ્સથી મોટા-મોટા ડાન્સર્સને પણ ટક્કર આપી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ બાળકીનું નામ ઈશાન્વી હેગડે છે અને તેનો લેટેસ્ટ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. હકીકતમાં આ વિડીયોના કેપ્શનમાં તેની માતાએ પોતાની બાળકીને પોતાની નાનકડી પટોલા કહી છે.
આ વાયરલ વિડીયોમાં બાળીએ સચેત-પરંપરાના રાજસ્થાની પંજાબી મિક્સ ગીત પર જોરદાર ડાન્સ કર્યો છે. ઘએર વાળો ગ્રીન લોન્ગ સ્કર્ટ અને પીળી ચોલીમાં આ બાળકી ડાન્સ કરી રહી છે અને સૌથી વધારે મહત્વની વાત આ બાળકીના એક્સપ્રેશન્સ છે. તેના ચહેરાની પ્યારી મુસ્કુરાહટ દેખાડી રહી છે કે તે પોતાના ડાન્સને ખૂબ એન્જોય કરી રહી છે.