ટ્રેનની નીચે આવી ગઈ હતી મહિલાઃ કોન્સ્ટેબલે બચાવ્યો જીવ…જૂઓ વિડીયો

ચાલતી ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો ક્યારેય પ્રયત્ન ન કરશો. વારંવાર આપવામાં આવતી આ ચેતવણી કેટલીય વાર લોકો ભૂલી જાય છે અને પરીણામ ઘણીવાર મોત હોય છે. તેલંગાણાના સિકંદરાબાદ સ્ટેશન પપર જ્યારે એક મહિલાએ ભૂલ કરી તો મોતના મુખમાં જતી આ મહિલાને એક કોન્સ્ટેબલે બચાવી લીધી.

પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ ગઈ છે. આમાં દેખાઈ રહ્યું કે એક મહિલા એન્જિનની દિશામાં ભાગતી-ભાગતી આવે છે અને ઉપડી ચૂકેલી ટ્રેનના પ્રથમ ડબ્બામાં ચઢવાનો પ્રયત્ન કરે છે. જો કે, દોડતા-દોડતા તેનું બેલેન્સ બગડી ગયું અને તે લપસીને પડી જાય છે. મહિલાનું અડધુ શરીર ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગયું હતુ.

ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલા રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલની તેના પર નજર પડે છે. તે ઝડપથી મહિલા કોન્સ્ટેબલનો હાથ પકડે છે અને તેને ખેંચી લે છે. આ દરમિયાન ગાર્ડ ટ્રેનને થોભાવે છે અને કેટલાક લોકો ત્યાં મદદ માટે આવી પહોંચે છે. જો કે, સદનસીબે મહિલાનો જીવ બચી ગયો. હવે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

Scroll to Top