થોડા દિવસો પહેલા ગૌરવ વાસન નામના એક યુ-ટ્યુબરે બાબા કા ઢાબા વાળા કાંતા પ્રસાદ નામના એક દાદાનો વિડીયો શેર કર્યો હતો. બાદમાં આ બાબાની જિંદગી બદલાઈ ગઈ હતી. આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ફરીથી વાયરલ થયો ચે. આ વિડીયોમાં એક વૃદ્ધ મહિલા જ્યુસની રેકડી પર કામ કરતી દેખાઈ રહી છે. આ વિડીયોને જોઈને ખ્યાલ આવે છે કે તેમની ઉંમર 80 થી 85 વર્ષ વચ્ચે છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વિડીયોને 14 લાખ જેટલા લોકોએ લાઈક કર્યો છે. હજારો લોકોએ આ વિડીયો જોઈને કમેન્ટ કરી છે અને આ વિડીયો અમૃતસરનો છે કે જ્યાં વૃદ્ધ દાદીમાં પોતાના જ્યુસનો સ્ટોલ લગાવે છે. તે પોતે જ્યુસ કાઢે છે અનને લોકોને આપે છે. 30 સેકન્ડના આ વિડીયોમાં તે તાજુ જ્યુસ કાઢતા સ્પષ્ટ દેખાઈ રહી છે.
વિડીયોને જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર લખ્યું કે… ભગવાન તેમને સારી તંદુરસ્તી આપે. એક યુઝરે લખ્યું કે, આરામ કરવાની ઉંમરમાં દાદીમાં કામ કરી રહ્યા છે, દાદી તમે મહાન છો.