કળીયુગી માતા પિતાની કાળી કરતૂતઃ સગી દિકરીને સમાજમાં કરી નાંખી બદનામ

કળીયુગનો વાયરો એવો વાયો છે કે, સંબંધો હવે સંબંધો રહ્યા નથી. સતત એવી ઘટનાઓ સામે આવતી જ રહે છે કે જેને જોઈને સંબંધો પરથી વિશ્વાસ જ ઉઠી જાય. આવીજ એક ઘટના સામે આવી છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની સગી માસીના દિકરા સાથે પ્રેમ થઈ ગયો. આ સગીરાની ઉંમર હજી તો માત્ર 16 જ વર્ષની છે. હકીકતમાં આ બંન્ને ભાઈ-બહેનની પોતાની નાનીના ઘરે અવાર-નવાર મુલાકાત થતી હતી અને આ મુલાકાતોના પરિણામે બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો. સમય જતા આ બંન્ને એકબીજા સાથે ફોન પર કલાકો સુધી વાત કરતા થયા અને પ્રેમ વધુ પ્રગાઢ બની ગયો.

પરંતુ સમગ્ર મામલાની જાણ જ્યારે આ સગીરાની માતાને થઈ ત્યારે તેણે 181 નંબર પર ફોન કરીને દિકરીને સમજાવવા માટે મદદ માંગી. હેલ્પ લાઈનની ટીમના મેમ્બર્સ સસગીરાના ઘરે આવ્યા અને તેમણે તેને સમજાવી. સગીરાએ પણ કબૂલ કર્યું હા મારી ભૂલ હતી પરંતુ મારા માતા-પિતા જ મને બદનામ કરતા હતા. તેઓ ત્યાં સુધી કહેતા હતા કે હું પ્રેગ્નેટ છું. અને આ જ કારણોસર હું તેમનાથી અલગ થઈ હતી.

સગીરા પોતાના માતા-પિતાથી એટલી ત્રસ્ત બની ગઈ હતી કે તેમણે હેલ્પ લાઈનના ટીમ મેમ્બર્સને જણાવ્યું કે, તમે મને અહીંયાથી લઈ જાઓ. પછી તેની ઉંમર 16 વર્ષની હોઈ તેને ચાઈલ્ડલાઈનને જાણ કરી હતી. બાદમાં ચાઇલ્ડલાઈનને સગીરા સોંપી હતી.

Scroll to Top