પહેલા દિકરી સાથે કર્યો રેપ અને પછી હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દિધી

મધ્યપ્રદેશના વિદિશા જિલ્લા મુખ્યાલયથી 55 કિલોમીટર દૂર જંગલમાં એક 12 વર્ષની દિકરી સાથે રેપ કરવામાં આવ્યો છે. હવસખોરોએ આ દિકરીનો પહેલા રેપ કર્યો અને બાદમાં તેની હત્યા કરીને લાશને ઝાડ પર લટકાવી દિધી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલે પોલીસે તેના જ ગામના એક યુવકની અટકાયત કરી છે. આ યુવકની અત્યારે પૂછપરછ કરાઈ રહી છે.

પીડિત પિતાએ પોલીસને જણાવ્યું કે, 12 વર્ષની બાળકી સવારે 11 વાગ્યા સુધી ઘરે જ હતી. તેણે પિતાને કહ્યું કે, તે પોતાની માતા સાથે જંગલમાં જઈ રહી છે. બાદમાં તે ઘરમાંથી બહાર ગઈ હતી. પિતાએ વિચાર્યું કે, દિકરી તેની માતાની સાથે જંગલમાં ગઈ છે. જો કે, માને આ વાતની કોઈ જાણકારી નહોતી, બાળકી તેની પાછળ આવી રહી છે. જ્યારે મહિલા જંગલમાંથી પાછી આવી ત્યારે તેની સાથે તેની દિકરી નહોતી.

પતિએ જ્યારે તેની પત્નીને પુછ્યું કે, દિકરી ક્યાં તો તેને આ મામલે કંઈજ ખબર નહોતી. બાદમાં ગભરાયેલા માતા પિતાએ દિકરીની શોધખોળ શરુ કરી પરંતું પતો ન મળ્યો. બાદમાં ગ્રામીણો સાથે માતા-પિતા જંગલ તરફ ગયા ત્યારે બાળકીની લાશ સંદિગ્ધ અવસ્થામાં ઝાડ પર લટકેલી મળી આવી હતી. દુપટ્ટાથી બાંધીને બાળકીની લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી.

Scroll to Top