બંદરોમાં ખૂબ સ્ફૂર્તી હોય છે. બંદરનું નામ સ્ફૂર્તીલા જાનવરોમાં ખૂબ જ ઉપર આવે છે. તો બીજું જાનવર દિપડો પણ છે કે જેનામાં પણ ગજબની તાકાત હોય છે અને શક્તિશાળી જાનવરોના લિસ્ટમાં તેનું નામ પણ ખૂબ ઉપર આવે છે.
Monkey was not happy with his date pic.twitter.com/mvHnHIfmTh
— Susanta Nanda (@susantananda3) July 29, 2021
પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ બંદરની સ્ફૂર્તીની તો કેટલાય લોકો તારીફ કરી રહ્યા છે. આ બંદર દિપડાની તાકાતની મજાક ઉડાવવી રહ્યો છે. વિડીયોમાં બંદર જીવ બચાવવા માટે એટલી તાકાત લગાવે છે કે, દિપડો હારી જાય છે.
આ વિડીયો સોશિયલ મીડિયા પર આઈએફએસ અધિકારી સુશાંતા નંદાએ શેર કર્યો છે. તેમણે ટ્વીટર પર ટ્વીટ કરતા આ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 21,000 થી વધારે લોકો જોઈ ચૂક્યા છે અને 2400 જેટલા લોકોએ આ વિડીયો લાઈક કર્યો છે.
આ વિડીયોમાં એકબાજુ દિપડો શિકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને બીજી બાજુ બંદર બચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વિડીયોમાં વાંદરાનો બચવા માટે અને દિપડાનો શિકાર માટેનો સંઘર્ષ સ્પષ્ટ જોઈ શકાય છે. બંદર પોતાની સ્ફૂર્તીથી કુદકા મારીને પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને દિપડો બંદરને પકડી ન શકવાના કારણે લાચાર દેખાઈ રહ્યો છે અને પરેશાન પણ છે.