ગરમીથી ત્રસ્ત બનેલો વાઘ પાણીમાં કરી રહ્યો છે મસ્તી… વાયરલ થયો વિડીયો

ગરમીની સીઝનમાં મોટાભાગના લોકો પરેશાન થઈ જાય છે. માણસ હોય કે જાનવર કોઈપણ વ્યક્તિ ગરમીથી છૂટકારો મેળવવા માટે ઉપાયો શોધતા હોય છે. ત્યારે આવામાં ગરમીથી રાહત પ્રાપ્ત કરવાની એક રીત ઠંડા પાણીમાં ડુબકી લગાવવાની પણ છે. માણસો સિવાય જંગલના જાનવરો પણ આ રીત પર પૂર્ણ વિશ્વાસ કરે છે.

ખૂંખાર જાનવર વાઘનો આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક વાઘને જંગલમાં આવેલા તળાવમાં ન્હાતા અને પાણીમાં મસ્તી કરતો જોઈ શકાય છે. વિડીયોમાં એક વાઘ પાણીમાં જઈને ન્હાય છે અને તેના ત્રણેય સાથી તેને મસ્તી કરતો જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા છે. ટ્વીટર પર આ વિડીયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વિડીયો ઈન્ડિયન ફોરેસ્ટ સર્વીસના એક અધિકારી સુધા રમને ટ્વીટર પર પોસ્ટ કર્યો છે. વિડીયોને અત્યારસુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. ટ્વીટર યુઝર આદિત્ય ડિકી સિંહે પણ આ વિડીયો પોસ્ટ કર્યો હતો. 2 થ 7 સેકન્ડના આ વિડીયોમાં એક વાઘ પાણીમાં તરી રહ્યો છે. જ્યારે ત્રણ અન્ય વાઘ તેને પાણીમાં મસ્તી કરતો જોઈને ખુશ થઈ રહ્યા છે.

Scroll to Top