પત્નીનો અશ્લીલ વિડીયો ઉતારી પતિ કરાવતો હતો એવું કામ કે જાણી તમે પણ ચોકી જશો

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં એક પતિએ પોતાની પત્નીને બ્લેકમેલ કરીને તેને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દિધી. પ્રાપ્ત વિગતો અનુસાર, પતિએ પોતાની પત્નીનો અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેઈલ કરી અને પછી તેને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દિધી. આ મામલે પતિ અને તેના મામા સહિત બે અન્ય લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે.

હકીકતમાં, ઉધમ સિંહ નગરમાં એક પત્નીએ ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદ અનુસાર, પીડિતાનો પતિ તેનો અશ્લીલ વિડીયો બનાવીને બ્લેકમેઈલ કરતો હતો અને તેને અનૈતિક કામ કરવા મજબૂર કરતો હતો. લાંબા સમય સુધી પતિની પ્રતાડના સહન કર્યા બાદ આખરે પત્નીએ પોલીસ બોલાવી અને આખો મામલો જણાવ્યો.

બાદમાં મહિલાની ફરીયાદ પર પોલીસે પતિ સક્ષમ ચોધરી અને તેના મામા વિપુલ ચોધરી સાથે જ સસરા સતેન્દ્ર ચોધરી અને મામી પ્રિયંકા ચોધરી વિરૂદ્ધ ગંભીર કલમોમાં ફરીયાદ નોંધાવી છે. આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી કલમ 323,376,377 હેઠળ ફરિયાદ નોંધી છે.

સીઓ સિટી અક્ષય પ્રસાદ કાંડોનું કહેવું છે કે, હવે આખા મામલાની તપાસ બાદ આરોપીઓની જલ્દી જ ધરપકડ કરવામાં આવશે.

Scroll to Top