સાંસદ પુનમ માડમનો આદેશ ન માનનારા જામખંભાળિયાના મામલતદારનો ઈતિહાસ છે અનોખો, જાણીને તમારા મોઢામાંથી નીકળશે વાહ

આજના સમયમાં કોઈપણ વહીવટી અધિકારી કૌભાંડ કરે, પ્રજા તેમને તતડાવે પણ જો સત્તા પક્ષના નેતાઓને સાચવી લે તો તેને પોસ્ટિંગ મળતું રહે છે. પરંતુ જામખંભાળિયાના મામલતરનો કિસ્સો કંઇક અલગ છે. અહીંના મામલતદાર ચિંતન વૈષ્ણવ માટે ઇમાનદારી અને પ્રજાહિત પહેલા હોવાથી તેને પુરસ્કાર રૂપે મળ્યા છે. સાત વર્ષની નોકરીમાં મામલતદારને 10 બદલીઓ અને કારણ વગર પ્રમોશનથી વંચિત રહ્યા છે.

જામખંભાળિયામાં બે દિવસ પહેલા સાંસદ પુનમ માડમનો આદેશ ન માનનારા અને ખંભાળિયા પ્રજાના હિતમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ફટાકડાના વેપારીઓના લાયન્સ રીન્યુ ન કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સાંસદ પુનમ માડમની સૂચના મુજબ રજા પર મોકલી આપવામાં આવ્યો છે. ચિંતન વૈષ્ણવ 2011માં મામલતદાર તરીકે નિમણૂંક થયા બાદ તેમની બદલી હળવદ ખાતે થઇ હતી. પરંતુ હળવદમાં જાહેર રસ્તા પર ગેરકાયદેસર હોટેલ ખડકી દેનારા અને તત્કાલિન ભાજપના ધારાસભ્ય જયતિ કવાડિયાના ટેકેદારનું દબાણ હટાવવા જતા તેમની બદલી મહેસાણા ખાતે કરવામાં આવી હતી.

મહેસાણામાં ચિંતન વૈષ્ણવે ટેક્સ ન ભરનારી, બાળ મજૂરો રાખનારી અને વાસી ફૂડ પીરસતી એક રેસ્ટોરન્ટને સીલ મારી દીધું પણ આ રેસ્ટોરન્ટના એક મંત્રીના સગા અથવા તો નજીકના વ્યક્તિ હોવાથી વૈષ્ણવની બદલી પ્રથમ બનાસકાંઠા અને ત્યાંથી ડાંગના સુબીર તાલુકામાં થઇ હતી.

ત્યારબાદ તેમને માળિયા (મીયાણા) મુકવામાં આવ્યા હતા, જ્યાં એક સાબુના પ્લાન્ટને મજૂરોની સેફ્ટી અને કેમિકલના પ્રદૂષણના મુદ્દે સીલ કરી દેતા તત્કાલિન ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા તેમની બદલી ફરીથી ડાંગ કરી દેવામાં આવી હતી.

જો કે, ત્યારબાદ સીલ કરાયેલા સાબુના કારખાનામાં સેફ્ટીના અભાવે બે મજૂરોના પણ મોત નીપજ્યા હતા.

બસ આવી રીતે સાત વર્ષમાં કુલ 10 ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી, પરંતુ આટલું પુરતું ન હોય તેમ તેમની બેચના 8 મામલતદાર સિવાય બધાને ડેપ્યૂટી કલેક્ટર તરીકેનું પ્રમોશ બે વર્ષ પહેલા મળી ગયું છે.

બાકીના 8માં કોઈ પણ એસીબી થયેલ છે, કોઈ પણ ચાર્જશીટ અથવા તો કોઈ પણ ઈન્કવાયરી ચાલે છે. જ્યારે ચિંતન વૈષ્ણવ પર અમાનું કશું જ ન હોવા છતાં હજુ સુધી તેમને પ્રમોશનથી વંચિત રખાયા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top