દુલ્હને કરી જોરદાર સ્માઈલઃ લાખો લોકો થયા દિવાના…જૂઓ આ વિડીયો

લગ્ન સમયે દુલ્હો અને દુલ્હન દરેક રસમને માણી લેવા ઈચ્છતા હોય છે. આવું એટલા માટે કારણ કે કપલ આખી જિંદગી લગ્નમાં વિતાવેલી ક્ષણોને સારી રીતે યાદ કરી શકે. આ જ કારણે લોકો પોતાના લગ્નમાં વિડીયો શૂટ કરાવે છે કે જેથી લગ્નની દરેક ક્ષણને કચકડે કંડારીને રાખી શકે. અત્યારે વિડીયોગ્રાફરથી વધારે શોર્ટ વિડીયોની  જોરદાર ડિમાન્ડ છે કારણ કે આ શોર્ટ વિડીયોઝ દ્વારા ઈન્સ્ટાગ્રામ સહિત તમામ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને ફોલોઅર્સ અને વ્યુઝ વધારી શકાય.

કંઈક આવા જ લગ્નનો એક વિડીયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મંડપમાં ખૂબ સુંદર લાગી રહેલી દુલહન પર કેમેરામેને ક્લોઝઅપ કર્યું છે. દુલ્હનના ચહેરાનો નિખાર અને મુસ્કાન લાખો સોશિયલ મીડિયા યુઝર્સને દિવાના બનાવી રહી છે. દુલ્હને માત્ર પોતાની સ્માઈલથી થોડા સેકન્ડના આ વિડીયોને વાયરલ કન્ટેન્ટ બનાવી દિધું. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડીયો પર લાખો વ્યુઝ પણ મળી ચૂક્યા છે.

સૌથી ખાસ વાત એ છે કે, મંડપમાં બેઠેલી દુલ્હનને દુલ્હો સિંદૂર લગાવી રહ્યો છે અને દુલ્હન ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. સિંદૂર લગાવતા પહેલા દુલ્હન ખૂબ જ હસી રહી છે. તેની સ્માઈલના કારણે આ વિડીયો વારંવાર જોવામાં આવી રહ્યો છે. આશરે 14 લાખથી વધારે લોકોએ આ વિડીયો જોયો છે.

Scroll to Top