લગ્નમાં લોકો મોટાભાગે વેસ્ટર્નની જગ્યાએ પારંપરીક ડ્રેસ પહેરવાનો પ્રયત્ન કરે છે. દુલ્હો પણ બહેતરીન ડ્રેસ સાથે રોયલ લૂક વાળો સહેરો પહેરવા ઈચ્છતો હોય છે પરંતુ કેટલીક વાર વધારે સારો ડ્રેસ પહેરવાના ચક્કરમાં દુલ્હાની ભૂલ થઈ જાય છે અને પછી તેની મજાક બની જાય છે. કંઈક આવું આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્ન દરમિયાન દુલ્હાએ ફૂલોથી સજેલો સહેરો પહેરી રાખ્યો છે. આ દરમિયાન દુલ્હાનો ચહેરો પણ નથી દેખાઈ રહ્યો. બોલીવુડ ફિલ્મ ધડકનનું ફેમસ ગીત, દુલ્હે કા સહેરા સુહાના લગતા હે આ ગીત પર વિડીયો શૂટ કરી રહ્યો છે.
દુલ્હાના આ લૂકને જોયા બાદ લોકો તેની જોરદાર મજાક કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વિડીયોને જોયા બાદ કોઈપણ એ કહે શે કે આખરે દુલ્હાનો ચહેરો દુલ્હન કેવી રીતે જોઈ શકશે? આને અબ્દુલ ખદીરે પોતાના અકાઉન્ટ પર શેર કર્યો છે. આશરે 2 લાખ 80,000 લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે.