માસ્ક ન પહેરવા પર દંડ આપ્યો તો… મહિલાએ અધિકારીઓને માર્યાઃ વાયરલ થયો વિડીયો

દિલ્હીના પીરાગઢી મેટ્રો સ્ટેશન પાસે એક મહિલાએ કોરોના વાયરસના નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડતી ટીમ સાથે મારપીટ કરી. આનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં મહિલાની ગુંડાગર્દી જોઈ શકાય છે. આ વિડીયોને ગત દિવસોમાં  કેબ ડ્રાઈવર પર છોકરી દ્વારા થયેલા હુમલા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. વિડીયો વાયરલ થવા પર મારપીટના આરોપમાં પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે.

આ ઘટના નવી દિલ્હીના પીરાગઢી મેટ્રો સ્ટેશન પાસે થઈ જ્યે બે મહિલાઓ પૈકી એકને ચહેરા પર માસ્ક ન પહેરવા પર દંડ ભરવા માટે કહેવામાં આવ્યું હતું. બાદમાં મહિલાઓએ મેમો આપતી ટીમના સદસ્યો સાથે મારપીટ કરી. વિડીયોમાં મહિલાને મૌખીક રૂપથી અધિકારીઓને ગાળો આપતા પણ સાંભળી શકાય છે.

તેમણે કહ્યું કે, ટીકરી કલા ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં લાઈબ્રેરીયનના પદ પર તેનાત અને અત્યારે પંજાબી બાગ એસડીએમ કાર્યાલયમાં કાર્યરત આનંદે 6 ઓગસ્ટના રોજ ફરિયાદ કરી કે તે એક અન્ય શિક્ષક અજમેર સિંહ અને એક નાગરીક રક્ષા કર્મચારી સાથે કોવિડ ડ્યુટી પર પીરાગઢી મેટ્રો સ્ટેશન પાસે તેનાત હતા. જ્યારે તેમણે એક મહિલાને માસ્ક ન પહેરવા પર રોક્યા અને દંડ ભરવા માટે કહ્યું તો તેણે પોતાના નિયોક્તાને બોલાવ્યા અને ટીમ પર હુમલો કરી દિધો.

Scroll to Top