બાળકે મુખ્યમંત્રીના પ્રવાસનું કર્યું જોરદાર રિપોર્ટીંગ… ખુદ મુખ્યમંત્રીએ કર્યા વખાણઃ જૂઓ વિડીયો

સોશિયલ મીડિયાના આ દોરમાં અત્યારે ક્યારે શું વાયરલ થઈ જાય કંઈજ નક્કી નથી હોતું. પરંતુ એક વાત જરૂર છે કે સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં છુપાયેલા તમામ ટેલેન્ટને એક પ્લેટફોર્મ જરૂર મળી ગયું છે. ગત દિવસોમાં ‘बसपन का प्यार’ ગીત ગાનારા બાળકની સ્ટોરી હજીય ખૂબ જ હોટ ફેવરીટ છે ત્યાં જ સોશિયલ મીડિયામાં અન્ય એક બાળકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળકે વાયરલ વિડીયોમાં મણીપુરના મુખ્યમંત્રી બીરેન સિંહના પ્રવાસ પર રિપોર્ટીંગ કર્યું છે.

હકીકતમાં આ વાયરલ વિડીયો મણીપુરના સેનાપતિ જિલ્લાનો છે. મણીપારના મુખ્યમંત્રી એન બિરેન સિંહ અહીંયા જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. ત્યાં જ પાસમાં એક બાળકનું ઘર હતું. બાળકે તેમના કાર્યક્રમનું એટલું જોરદાર કવરેજ કર્યું કે મુખ્યમંત્રી તેનાથી પ્રભાવિત થઈ ગયા.

મુખ્યમંત્રીએ વાયરલ વિડીયો શેર કરતા લખ્યું કે, સેનાપતિના મારા યુવા મિત્રને મળો કે જે સેનાપતિ જિલ્લા હોસ્પિટલમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે ગઈકાલે મારા પ્રવાસની સૂચના આપી રહ્યો છે. આ દરમિયાન એન બિરેન સિંહે પોતાની પોસ્ટમાં વડાપ્રધાન મોદીના ટ્વીટર અકાઉન્ટને પણ ટેગ કર્યું છે.

સૌથી મોટી અને રસપ્રદ વાત તો એ છે કે, જે સમયે આ બાળક રિપોર્ટીંગ કરી રહ્યો હતો તે જ સમયે પાછળથી મુખ્યમંત્રીનું હેલીકોપ્ટર ઉડી રહ્યું હતતું અને તેઓ રવાના થઈ રહ્યા હતા. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, બાળક એક ટી-શર્ટ પહેરીને ટેરેસ પર ઉભો છે અને અને તે ખૂબ જ સુંદર રીતે રિપોર્ટીંગ કરી રહ્યો છે.

Scroll to Top