સાડી પહેરીને આ યુવતીએ કર્યા સ્ટંટઃ જૂઓ આ હચમચાવી દેનારો વિડીયો

ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી અને ઈન્ટરનેટ પર અત્યારે આવી જ એક છોકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ યુવતીએ કેટલાક અદભૂત બેકફ્લિપ કરીને લોકોને ચોંકાવી દિધા છે. જો કે, છોકરીએ એથ્લેટિક કપડામાં નહી પરંતુ આ તમામ સ્ટંટ સાડીમાં કર્યા છે. આ સ્ટંટ આટલા સરળ નથી જેટલા આપણને જોઈને લાગી રહ્યું છે. ખુલ્લા વાળ સાથે આ છોકરીને સાડીમાં સીડીઓની નજીક બેકફ્લિપ કરતી જોઈને લોકો હેરાન રહી ગયા.

વિડીયોમાં મિશા નામની આ છોકરી લાલ સાડીમાં શાનદાર સ્ટંટ કરતા દેખાઈ રહી છે અને તેને જોઈને ત્યાં આસ-પાસ ઉભેલા લોકોના હોશ ઉડી જાય છે. વિડીયોમાં દેખાઈ રહેલી છોકરી એક જિમ્નાસ્ટ છે અને તેનું નામ મિશા શર્મા છે. મીશાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર અત્યારે ખૂબ જ વાયરલ થયો છે.

બેક ફ્લિપ દરમિયાન શરીર હવામાં 360 ડિગ્રીનું ચક્કર લગાવે છે અને તેમાં મહારત હાસલ કરવામાં ખૂબ જ સમય-અભ્યાસ અને પ્રેક્ટિસ લાગી જતી હોય છે. આ સિવાય આ પ્રકારના સ્ટંટ માટે સાડી બીલકુલ પણ યોગ્ય હોતી નથી. જો કે, લાગી રહ્યું છે કે મિશા આમાં પણ એક્સપર્ટ છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેણે કેટલાય વિડીયો શેર કર્યા છે કે જેમાં હચમચાવી નાંખનારા વિડીયોનો પણ સમાવેશ થાય છે.

Scroll to Top