જેમની સાથે આખું જીવન જીવવા-મરવાના સોંગધ ખાનારે જ્યારે બીજી યુવતી સાથે સગાઈ કરી લીઘી તો પ્રેમિકાએ ફાંસીનો ફંદો બનાવીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલાં તેણે એક વીડિયો પણ બનાવ્યો છે અને તે તેની નાની બહેનને ફ્રેન્ડને મોકલ્યો હતો. મૃતકા એક છોકરા સાથે અફેરમાં હતી અને તેનો તેના પ્રેમી સાથે બે દિવસ પહેલાં જ ઝઘડો થયો હતો. મિત્રોએ ભેગા થઈને સમજૂતી કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઘટના સિવિલ લાઈન પોલીસ સ્ટેશન વિસ્તારની છે.
10 વર્ષથી ચાલતું હતું અફેર
25 વર્ષની નીલમ યાદવ તેની નાની બહેન સાથે રહેતી હતી અને એક પ્રાઈવેટ નર્સિંગ હોમમાં નર્સ તરીકે કામ કરતી હતી. રવિવારે સવારે નીલમે નાની બહેનના મિત્ર લલિદ બઘેલ સાથે વાત કરી અને તેની થોડી વાર પછી ફંદો બનાવીને ફાંસી લઈ લીધા. નીલમે તેની આત્મહત્યા પહેલાં એક વીડિયો પણ બનાવીને તેની નાની બહેનના મિત્ર લલિતને મોકલ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે નીલમનું અમિત પટેલ નામના યુવક સાથે છેલ્લાં 10 વર્ષથી અફેર હતું અને અમિત થોડા મહિના પહેલાં જ એક અન્ય યુવતી સાથે સગાઈ કરી લીઘી હતી.
બે દિવસ પહેલાં રેલવે સ્ટશન પર થયો હતો ઝઘડો
અમિતે કોઈ અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હોવાથી નીલમ પરેશાન હતી. તેને વિશ્વાસ નહતો થતો કે જેણે આખું જીવન સાથે જીવવા -મરવાના સોગંધ ખાધા હતા તે અચાનક આ રીતે બદલાઈ ગયો. આ વાતે બે દિવસ પહેલાં રેલવે સ્ટેશન પર અમિત અને નીલમનો ઝઘડો પણ થયો હતો. આ ઝઘડો નીલમ જ્યાં ભાડે રહેતી હતી તે ઘર સુધી પણ પહોંચ્યો હતો.
અહીં સમજૂતી કરાવવાના પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા હતા.
શું છે વીડિયોમાં?
નીલમ યાદવે આત્મહત્યા કરતાં પહેલાં જે વીડિયો બનાવ્યો છે તેમાં તે ઓઢણીથી ફાંસોની ફંદો બનાવીને તેને પંખા પર લટકાવતી જોવા મળી રહી છે. ત્યારપછી ફંદાને ગળામાં પહેરવાના દ્રશ્યો પણ વીડિયોમાં જોવા મળ્યા છે. આ વીડિયોમાં નીલમ માત્ર 3 શબ્દો બોલી રહી છે કે, અમિતને ન છોડતા.
શું કહે છે પોલીસ?
સિવિલ લાઈનના ટીઆઈ જગ્દીશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે નીલમ જેને પ્રેમ કરતી હતી તે યુવકની થોડા મહિના પહેલાં જ સગાઈ થઈ હતી. આ વાતે તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો. વીડિયોમાં માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે, અમિતને ન છોડતા. પોલીસ તપાસ કરી રહી છે.