પતિએ કહ્યું હતું- ભલે હું તારા બધા ગુના માફ કરી દઉં, બદલામાં તું મને મોત જ આપીશ, આવો જ આવ્યો આ દર્દનાક ભવિષવાણીનો અંત

19 સપ્ટેમ્બરે એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિને ગોળી મારીને તેની હત્યા કરાવી દીધી છે. ઘટનાના થોડા દિવસ પહેલાં જ પતિએ ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, ભલે હું તારા દરેક ગુના માફ કરી દઉં પરંતુ તું મને બદલામાં મોત જ આપીશ. કારણકે તું દર વખતે મારો વિશ્વાસ તોડે છે. આ બધુ જ જયપુરના કરધનીના બેન્ક મેનેજર રોશનલાલ સાથે થયું હતું. વાંરવા દગો ખાધા પછી પણ બેન્ક મેનેજર પતિ રોશનલાલ તેની પત્ની નિર્મલા ઉર્ફે નીરુ પર આંખો બંધ કરીને વિશ્વાસ કરતો હતો. બાળકોના સારા ભવિષ્ય માટે તે તેની પત્નીના લગ્ન તેના પ્રેમી ઉમેશ સાથે કરાવવા પણ તૈયાર થઈ ગયો હતો. તેની પત્ની એક વાર પ્રેમી સાથે ભાગી ગઈ હોવા છતાં પતિએ તેને અપનાવી હતી.

ક્રાઈમ સીરિયલ જોઈ નિર્મલાએ ઘડ્યું હતું હત્યાનું કાવતરું

નિર્મલા જ્યારે પણ ઘરમાં એકલી હોય ત્યારે તે આખો દિવસ ક્રાઈમ સીરિયલ જ જોતી હતી. તેના આધારે જ તેણે રોશનલાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઉમેશ પણ તેની વાત માની ગયો હતો. ઉમેશે તેના નાના ભાઈ રાહુલને રોશનલાલની હત્યાની જવાબદારી સોંપી હતી.

શાર્પ શૂટર પપ્પુની ધરપકડ, 5 આરોપી 5 દિવસના રિમાન્ડ પર

આ હત્યાકાંડમાં સામેલ શાપ્ર શૂટર પપ્પુની પોલીસે મંગળવારે ઉત્તર પ્રદેશના

ફિરોઝાબાદમાંથી ધરપકડ કરી લીધી છે. હજુ હત્યાના મુખ્ય આરોપી રાહુલ અને ઉમેશનો ભત્રીજો મનિષ ફરાર છે. એસીપી આશ મોહમ્મદે જણાવ્યું કે, મંગળવારે કોર્ટે આરોપી નિર્મલા, પ્રેમી ઉમેશ, મહેન્દ્ર પ્રતાપ, આકાશ રાવત અને શિવકાંતને 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.

પહેલીવાર દગો થયો: પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવવા કોર્ટ પહોંચ્યો, પ્રેમી આવ્યો જ નહીં

ઉમેશ અને નિર્મલાના આડા સંબંધો વિશે નિર્મલાએ જ તેના પતિને વાત કરી હતી. બીજા દિવસે ઘરમાં નવો ફોન ચાર્જ થતાં જોઈને જ્યારે રોશનલાલે આ વિશે પૂછ્યું તો નિર્મલાએ જણાવ્યું કે, આ ફોન ઉમેશે ગિફ્ટ કર્યો છે. રોશને મોબાઈલનું લોક ખોલાવીને નિર્મલા અને ઉમેશ વચ્ચેની વોટ્સએપ ચેટ વાંચી. ત્રણ બાળકોના ભવિષ્ય અને પ્રતિષ્ઠાના કારણે ઉમેશ ચૂપ રહ્યો અને તે નિર્મલા અને ઉમેશના લગ્ન કરાવવા પણ તૈયાર થઈ ગયો. લગ્ન માટે રોશન નિર્મલાને લઈને કોર્ટ પહોંચ્યો હતો પરંતુ પ્રેમી ઉમેશ આવ્યો જ નહીં.

બીજી વાર દગો: પત્ની સાથે દુષ્કર્મનો કેસ કરાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યો પરંતુ પત્ની ફરી ગઈ

કોર્ટથી આવ્યા પછી થોડા દિવસ નિર્મલા ઉમેશને ન મળી પરંતુ થોડા દિવસ પછી ફરી તેઓ ચોરી-છુપીથી મળવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે રોશન નિર્મલા અને ઉમેશને સાથે જોઈ ગયો ત્યારે નિર્મલાએ કહ્યું કે, ઉમેશે તેની સાથે જબરજસ્તી કરી. રોશને કહ્યું કે, જો આ જબરજસ્તી છે તો મારી સાથે પોલીસ સ્ટેશન રેપની ફરિયાદ નોંધાવા ચલ. નિર્મલા પોલીસ સ્ટેશન પહોંચી તો ખરી પરંતુ ઉમેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પહેલાં જ તે ફરી ગઈ અને તેણે ઉમેશને કદી ફરી નહીં મળવાની વાત કરીને રોશનને મનાવીને ફરિયાદ નોંધાયા વગર જ ઘરે પાછી આવી ગઈ.

ત્રીજી વાર દગો- અઢી વર્ષના દીકરાને લઈને પ્રેમી સાથે ભાગી ગઈ અને ફરી પાછી ઘરે આવી

પોલીસ સ્ટેશનથી પરત આવ્યા તે પછી થોડા દિવસ સુધી ઘરમાં શાંતિ રહી હતી પરંતુ ફરી પાછી નિર્મલા ચોરી છુપીથી ઉમેશને મળવા લાગી હતી. એક વર્ષ પહેલાં તે તેના અઢીવર્ષના દીકરાને લઈને ઉણેશ સાથે ભાગવા માટે ઘરેથી નીકળી. નિવારુ રોડ પર ઉમેશને મળ્યા પછી તે ત્યાંથી સીધા એક સંબંધીના ઘરે જતી રહી હતી. રોશનને આ વાતની ખબર પડતાં પ્રતિષ્ઠા જાળવવા તે ફરી નિર્મલાને મનાવીને ઘરે પરત લઈ આવ્યો હતો.

હત્યાની સ્ટોરીના 3 મહત્વના પાત્રો… પત્ની લગ્ન સમયે 11 ધોરણ ભણી હતી, પતિએ MA સુધી અભ્યાસ કરાવ્યો

2004માં રોશનલાલના તેનાથી 6 વર્ષ નાની નિર્મલા સાથે લગ્ન થયા હતા. ત્યારે તે 11મું ધોરણ ભણતી હતી. સાસરે આવ્યા પછી રોશનલાલે તેને એમએ સુધી અભ્યાસ કરાવ્યો અને ફેશન ડિઝાઈનિંગ પણ કરાવ્યું. 14 વર્ષના લગ્ન જીવનમાં નિર્મલા આરામથી જીવતી હતી. રોશનલાલનું જ્યાં પોસ્ટિંગ થતું ત્યાં તે નિર્મલાને સાથે લઈને જતો. 8 વર્ષ પહેલાં જયપુરમાં પોસ્ટિંગ થતાં રોશનલાલે કરધનીમાં મકાન બનાવ્યું. ઉમેશે પણ પડોશમાં જ મકાન બનાવ્યું. બંનેએ એક સાથે જ ગૃહ પ્રવેશ કર્યો હતો. તેમની દીકરીના એડ્મિશન પણ બંનેએ એખ જ સ્કૂલમાં લીધા હતા.

પતિ રોશનલાલે 6 મહિના પહેલાં જ હત્યાની કરી દીધી હતી આગાહી

પતિના વારંવાર સમજાવ્યા પછી પણ નિર્મલા ઉમેશને મળવાનું નહતી છોડતી. છ મહિના પહેલાં બંને વચ્ચે ઉમેશના કારણે ખૂબ મોટો ઝઘડો પણ થયો હતો. આ દરમિયાન રોશનલાલે તેમના પરિવાર સામે જ નિર્મલાને કહ્યું હતું કે, તું ન ઉમેશ સાથે લગ્ન કરીશ, ન મને છોડીશ, તું મારી હત્યા કરાવીને જ રહીશ. પડોશીએ પણ બંને વચ્ચેના ઝઘડાની વાત પોલીસને કરી છે.

ઉમેશે તેની પત્ની દ્વારા નિર્મલા સાથે સંબંધ વધાર્યા

2016માં ઉમેશની પત્ની નિર્મલાને તેના ઘરે બોલાવતી હતી. તે જ વર્ષે ઉમેશ અને રોશન સહિત સોસાયટીના ચાર સભ્યો સાથે જ શિમલા ફરવા લગયા હતા. તે દરમિયાન જ ઉમેશે નિર્મલા સાથે સંબંધો વધાર્યા હતા. શિમલાથી પરત ફર્યા પછી નિર્મલાના ભાઈનું મોત થતાં તેને સાંત્વના આપવાના બહાને ઉમેશ અને તેનો પરિવાર વારંવાર નિર્મલાના ઘરે જતા હતા. તે દરમિયાન તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ શરૂ થયા. પહેલાં તેઓ છુપાઈ-છુપાઈને મળતાં હતા ત્યારપછી તેમના સંબંધો જાહેર થઈ ગયા હતા.

19 સપ્ટેમ્બરે પત્નીએ મરાવી પતિને ગોળી

શહેરના કરધની વિસ્તારમાં બેન્ક મેનેજર રોશનલાલની હત્યામાં તેની પત્ની જ મુખ્ય આરોપી હતી. બે દીકરીઓના ભવિષ્યને દાવ પર લગાવીને તેણે તેના પ્રેમી સાથે મળીને પતિના જીવનનો સોદો કરી દીધો હતો. પોલીસે 24 સપ્ટેમ્બરે બેન્ક મેનેજરની હત્યાના કેસમાં પત્ની નિર્મલા અને તેના પ્રેમી ઉમેશ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. નીરુએ જ તેના પ્રેમા પર પ્રેશર કરીને શૂટર દ્વારા 19 સપ્ટેમ્બરે રોશનલાલની ગોળી મારીને હત્યા કરાવી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here