તાલીબાનીઓ બાળકોની ગેમ રમી રહ્યા છે… આ દેશ શું ચલાવવાના? જૂઓ આ વાયરલ વિડીયો

અફઘાનીસ્તાનમાં તાલીબાને પૂર્ણ પ્રકારે કબ્જો કરી લીધો છે. રાજધાની કાબુલમાં જેવા જ ઘુસ્યા તો ત્યાંના લોકોએ શહેર છોડીને ભાગવાનું શરૂ કરી દિધું. હાથમાં બંદૂક લઈને દહેશત મચાવનારા તાલિબાનીને જોઈને દુનિયા અત્યારે ખોફમાં છે. અફઘાનિસ્તાનથી તાલિબાનીઓના કેટલાય એવા વિડીયો સામે આવી રહ્યા છે કે જેને જોયા બાદ લોકો હેરાન છે. ઈન્ટરનેટ પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કેટલાક તાલીબાન એમ્યુઝમેન્ટ પાર્કમાં ઘુસીને રાઈડની મજા માણી રહ્યા છે અને ઈલેકટ્રીક કાર ચલાવી રહ્યા છે.

 

અફઘાનિસ્તાનમાં દહેશત મચાવનારા તાલીબાની હવે કાબુલમાં દરેક જગ્યાએ પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દહેશતગર્દી એમ્યુઝમેન્ટ પાર્કમાં ઘુસી ગયા અને બાળકોની રાઈડમાં બેસી ગયા. આટલું જ નહી પરંતુ તે બાળકોની ઈલેકટ્રીક કારમાં બેસીને એન્જોય પણ કરી રહ્યા છે.

આ વિડીયો ઈન્ટરનેટ પર આવ્યા બાદ લોકો ખૂબ શેર કરી રહ્યા છે. આટલું જ નહી પરંતુ લોકો આના પર ગુસ્સાવાળી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું કે, આવા તાલીબાનીઓ દેશ નહી ચલાવી શકે. તાજેતરમાં જ કેટલાક વિડીયો સામે આવ્યા કે જેમાં જોવા મળ્યું કે, અફઘાનિસ્તાનમાં કાબૂલથી કેટલાક લોકો ભાગી રહ્યા છે. આટલું જ નહી પરંતુ કેટલાક લોકો પ્લેનના ટાયર પર લટકીને દેશ છોડવા મજબૂર બન્યા છે.

Scroll to Top