લગ્નમાં આવેલા મહેમાનોની નજર સામાન્ય રીતે દુલ્હનને જોયા બાદ થમી જાય છે. કારણ સ્પષ્ટ છે કે, એ દિવસે દુલ્હન ખૂબ જ સુંદર દેખાય છે અને તેના પર નજરો હટાવી લેવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જો કે, કેટલીક વાર દુલ્હન પોતાની સ્ટાયલીશ અંદાજમાં સહુનું દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર આવું જ કંઈક જોવા મળ્યું કે જ્યારે દુલ્હન પોતાના જ લગ્નમાં પોતે જ કાર ડ્રાઈવ કરીને પહોંચી.
View this post on Instagram
ઈન્ટરનેટ પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે દુલ્હન પોતાનનના લગ્ન માટે પૂર્ણ રીતે તૈયાર થઈને ડ્રાઈવ કરી રહી હોય છે. દુલ્હન કારર ડ્રાઈવ કરતા સમયે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આટલું જ નહી પરંતુ દુલ્હને પોતાના હાથમાં સ્ટારબક્સનું કોલ્ડડ્રિંક્સ પણ લીધું છે. દુલ્હનને જોયા બાદ દરેક વ્યક્તિ તેના અંદાજના દિવાના થઈ જશે.
ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડીયોને વિટી વેડિંગે પોતાના અકાઉન્ટ પર શેર કર્યો છે. આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, જ્યારે આપ પોતાના લગ્નના દિવસે ખૂબ જ ઉત્સુક હોય તો કંઈક આવું જ જોવા મળે છે. આ વિડીયોને હજારો લોકોએ લાઈક કર્યો છે અને નેટિજન્સ વિડીયો પર કમેન્ટ કરવાનું ભૂલી રહ્યા નથી.