દુનિયાભરમાં કલાક સુધી બંધ રહ્યા બાદ ફરી શરૂ થયું YouTube

દુનિયાની જાણીતી વીડિયો શેરિંગ વેબસાઇટ યુટ્યુટની સેવા કોઈ કારણસર બુધવારે  કલાક સુધી ઠપ્પ થઈ ગઈ હતી. કલાક બાદ યુટ્યુબની સેવા ફરી શરૂ થઈ ગઈ છે. યુટ્યુબે પોતાના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પર સેવા ફરીથી શરૂ થઈ ગઈ હોવાનો સંદેશ પોસ્ટ કર્યો છે. આ અંગે યુટ્યુબે લખ્યું છે કે, “અમારી સેવા રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ ગઈ છે. જો તમને કોઈ મુશ્કેલી જણાય તો અમને જાણ કરશો.”

આ અંગે દુનિયાભરના યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી. અનેક લોકો યુટ્યુબ બંધ થઈ ગયું હોવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર કરી રહ્યા હતા.  બીજી તરફ યુટ્યુબ ઇન્ડિયાએ પર પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેમની સાઇટ પર સમસ્યા હોવાનું જણાવ્યું હતું.

જે લોકો યુટ્યુબ પર વીડિયો જોવાનો કે તેના પર વીડિયો અપલોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમને ‘Error 500’નો મેસેજ આવી રહ્યો હતો.

યુટ્યુબ બંધ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ આ અંગેની ફરિયાદો તેમજ સ્ક્રિનશોટ્સ શેર કરવાનું શરૂ કરી દીધું હતું.

આ અંગે કંપનીએ ટ્વિટર પર એક નિવેદન આપતા કહ્યું છે કે, “ટુટ્યુબ ટીવી અને યુટ્યુબ મ્યુઝિકમાં આવી રહેલી સમસ્યા અંગે અમારું ધ્યાન દોરવા બદલ આભાર. અમે આ સમસ્યાના સમાધાન માટે કામ કરી રહ્યા છીએ. સમસ્યાના સમાધાન બાદ અમે તમને જાણ કરીશું. તમારી અગવડતા માટે અમે માફી માંગીએ છીએ. આ અંગે અમે તમને અપડેટ રાખીશું.”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top