સામાન્ય રીતે લોકો પોતાના લગ્નના થોડા દિવસ બાદ હનીમૂન પર ફરવા માટે જાય છે પરંતુ એક કપલે બે વર્ષ સુધી પોતાનું હનીમૂન મનાવ્યું અને આના પર લાખો રૂપિયા ખર્ચ પણ કરી નાંખ્યા. આટલું જ નહી પરંતુ આ હનીમૂન પર પતિ-પત્ની સિવાય તેમનું બાળક અને પાલતુ શ્વાન પણ ગયા હતા. હનીમૂનનો આ રસપ્રદ કિસ્સો બ્રિટનના એક કપલ સાથે જેડાયેલો છે.
વર્ષ 2019 માં રોસ અને સારાના લગ્ન થયા હતા અને પછી તેમણે દુનિયા ફરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમની હનીમૂન ટ્રીપ કોઈ સામાન્ય ટ્રીપ નહોતી પરંતુ ફરવા જવા માટે તેમણે નોકરી છોડી દિધી અને પછી પોતાના ઘરને ભાડે આપી દિધું. ત્યારબાદ કપલે એક તોફાની ટ્રીપ પર પોતાના દિકરા અને પોતાના ડોગીને પણ સાથે લીધું.
કપલે આખી ટ્રીપ પોતાની વેનમાં બેસીને પૂર્ણ કકરી અને આના માટે આશરે તેઓએ 13 લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ કર્યો. રોસ જણાવે છે કે પોતાની વેનનો ગેટ જ્યારે હું ખોલું ત્યારે એક નવી જ જગ્યા પર હોઉં અને મને ખબર નહોતી કે આગળ હવે શું થવાનું છે. કારણ કે અમે ક્વોલીટી ટાઈમ સાથે વિતાવવા માંગતા હતા અને આ નિર્ણય એટલો સરળ નહોતો.