લવ જેહાદનો કાયદોઃ હાઈકોર્ટે કલમ 5 પરનો સ્ટે હટાવવાનો કર્યો ઈનકાર

લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવાની સરકારની માંગણી મામલે ગુજરાત હાઇકોર્ટનો સૌથી મોટો ચુકાદો સામે આવ્યો છે. મહત્વનું છે કે, લવ જેહાદના કાયદાની કલમ 5 પરનો સ્ટે હટાવવા ગુજરાત સરકારે હાઇકોર્ટ સમક્ષ માંગણી કરી હતી. જેની આજે સુનાવણી યોજાઇ હતી. જે મામલે હાઇકોર્ટે સૌથી મોટો ચુકાદો આપ્યો છે.

આજે હાઈકોર્ટમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા કોર્ટમાં રજુઆત કરી હતી. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેકટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર મનાઈ હુકમ હટાવવા એડવોકેટ જનરલે કોર્ટમાં માંગ કરી હતી. પરંતુ અરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો છે. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ જનરલની રજુઆત ફગાવી દીધી છે. જેના કારણે ‘લવ જેહાદ’ના કાયદામાં કલમ 5 પરનો સ્ટે યથાવત રહેશે. કાયદેસરના લગ્નથી ધર્માંતરણ માટે કલેકટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર હાઇકોર્ટનો મનાઈ હુકમ યથાવત રહેશે.

મહત્વનું છે કે લવ જેહાદ વિરોધી કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. ગુજરાત ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 3, 4, 5 અને 6 માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહિ તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું હતુ. સાથે જ હાઈકોર્ટે કહ્યું કે, બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહિ. આ મામલે રાજ્ય સરકારે કલમ પાંચ પરનો સ્ટે હટાવવા માંગ કરી હતી. જે હાઈકોર્ટે ફગાવી છે.

એડવોકેટ જનરલે કલમ 5 પરનો સ્ટે હટાવવા કોર્ટમાં રજૂઆત કરી હતી. કાયદેસરનું ધર્માંતરણ કરવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી હોવાની જોગવાઈ પર મનાઈ હુકમ હટાવવા એડવોકેટ જનરલે માંગ કરી હતી. જો કે, અરજદારના વકીલે સરકારની અરજીનો વિરોધ કર્યો હતો.

Scroll to Top