સામાન્યરીતે મોટાભાગના લોકો સાંપ જોઈને ગભરાઈ જાય છે. સાપ તેમનાથી ભલે ગમે તેટલો દૂર હોય અને ભલે આકારમાં પણ નાનો હોય પરંતુ સામે આવે એટલે ભલભલાની ચીસ સ્વાભાવીક રીતે નિકળી જતી હોય છે. જો કે, દુનિયામાં એડવેન્ચરસ અને ડેરિંગ કરનારા લોકોની પણ કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર એક મહિલાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ મહિલાને સાપો સાથે ગજબનો પ્રેમ છે. જોઈલો આ ગજબની મહિલાના ગજબના શોખનો વિડીયો.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર એક મહિલાનો અનોખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા શોપિંગ કરવા માટે કોઈ કોમ્પલેક્સમાં ગઈ છે. કેમેરાનું આખુ ફોક તેના વાળ પર છે. વિડીયોની શરૂઆતમાં તો મામલો સમજાતો નથી પરંતુ કેમેરો જેવો ઝુમ થાય છે ત્યાં લોકોની આંખો પહોળી થઈ જાય તેવા દ્રશ્યો સામે આવે છે.
કેમેરાનું ફોકસ મહિલાના વાળમાં હેર બેન્ડ જે હતું તેના પર હતું. જી હા, વિડીયોની શરૂઆતમાં તે બ્રાઉન કલરનું બેન્ડ લાગી રહ્યું હતું. જો કે, જેવો કેમેરો ઝુમ થયો ત્યાં જ બેંડની પોલ ખૂલી ગઈ. હકીકતમાં મહિલાએ પોતાનું બન એટલેકે બોરીયું સાપ સાથે બાંધેલું હતું. ખરેખર આ વિડીયો જોઈને તમે પણ ચોંકી જશો.