એક જીદે આ ભાઈને બનાવી દિધા “કરોડપતિ”: વાંચવા જેવી છે ખુબજ રસપ્રદ આ ઘટના

લોટરીની ટીકિટ કોઈ જુગારથી કમ નથી હોતી. નસીબ સારા હોય તો જીતી શકાય છે નહીતર વર્ષો સુધી લોકો માત્ર તેની કાગડોળે રાહ જોઈને બેસી જ રહે છે અને નસીબને દોષ આપતા રહે છે. તાજેતરમાં જ અમેરિકાના રહેનારા એક શખ્સને લોટરીમાં જેકપોટ લાગ્યું છે.

આપ વિચારી રહ્યા હશો કે આ તો સામાન્ય બાબત છે કારણ કે રોજ લોટરીની નવી ટીકિટ ખુલે છે અને કોઈને કોઈ તો આ લોટરી જીતતું જ હોય છે. પરંતુ હકીકતમાં આ શખ્સે 1991 થી એક જ સેટની ટીકીટ ખરીદી હતી. આ સમાચાર અત્યારે દુનિયાભરમાં વાયરલ થયા છે.

કેટલાક લોકો એવા હોય છે કે, જે એકવાર પોતાનું લક્ષ્ય નક્કી કરી લે એટલે ક્યારેય તે પાછળ હટતા નથી. તેઓ સતત કંઈક એવું જ કર્યે રાખે છે કે, જેમાં તેમને ક્યારેકને ક્યારેક તો સફળતા મળવાની આશા હોય છે. આ શખ્સની સાથે પણ કંઈક આવું જ હતું. જો કે, લોટરીની ટીકિટમાં કોઈપણ વ્યક્તિની જીત સુનિશ્ચીત હોતી નથી.

પરંતુ આ શખ્સનો જે આત્મવિશ્વાસ હતો તેને તો ચોક્કસ દાદ આપવી જ પડે. અમેરિકાના મિશિગનમાં રહેનારો આ શખ્સ છેલ્લા 30 વર્ષથી લોટરીની ટીકીટ સેઈમ રેટથી ખરીદે છે.61 વર્ષના આ શખ્સના નામનો હજી કોઈ ખુલાસો થયો છે. લોટરી જીત્યા બાદ શખ્સે અધિકારીઓને જણાવ્યું કે, હું લોટરીની ટીકિટ 1991 થી એક જ સેટની ટીકિટ ખરીદી રહ્યો હતો પરંતુ અત્યાર સુધી જીત મળી નહોતી.

મેં કેટલીય વાર નંબર બદલવા માટે વિચાર્યું હતું જીદમાં આ જ સેટ પર ટકેલો રહ્યો. આજે 18.41 મિલિયન લરની લોટરી જીતવા પર મને બીલકુલ વિશ્વાસ જ નથી આવી રહ્યો. આપની જાણકારી માટે જણાવી દઈએ કે ભારતીય કરન્સીમાં આ રકમ 1,36,48,77,818 રૂપિયા જેટલી થાય છે.

Scroll to Top