છોકરાએ કરી એવી મજાક કે… છોકરી પાણી-પાણી થઈ ગઈઃ જૂઓ આ વાયરલ વિડીયો

કેટલીયવાર લોકો રમત-રમતમાં એકબીજા સાથે મસ્તી-મજાક કરી લે છે અને અલગ-અલગ પ્રકારના પ્રેંક કરે છે. કેટલાક લોકો અન્ય લોકોને હેરાન કરવા માટે પણ અલગ-અલગ પ્રકારના જુગાડ લગાવે છે. આવું જ કંઈક એક વ્યક્તિએ કર્યું કે જેની મજાકે બધાને ડરાવી જ દિધા.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 (@hepgul5)

આ શખ્સની શેતાનીનો આ વિડીયો લોકોને હસવા પર મજબૂર કરી રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ કિચનમાં એક ખાલી બાઉલ ઉઠાવે છે અને નળમાંથી તેમાં પાણી ભરી લે છે. બાદમાં તે શખ્સ અનેક પ્રકારની ટેપથી બાઉલને કિચનના સ્લેબ પર ચોંટાડી દે છે.

થોડાક સમય બાદ ત્યાં એક છોકરી આવે છે અને તે પેલા બાઉલને ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ચોંટેલું બાઉલ તેનાથી નથી ઉઠતું તો તે પાસે જ રહેલા ડાઈનિંગ ટેબલ પર બેઠેલા યુવકને બોલાવે છે. પરંતુ છોકરો તેની મદદ કરવાનો ઈનકાર કરી દે છે.

બાદમાં છોકરી દમ લગાવે છે અને બાઉલને જોર-જોરથી પોતાની તરફ ખેંચી લે છે. તેના આવું કરવાથી બાઉલ ઉછળીને તેના હાથમાં આવી જાય છે અને છોકરી બાઉલમાં રાખેલા પાણીના કારણે ભીંજાઈ જાય છે. છોકરીની આવી હાલત જોઈને પાસે બેઠેલો છોકરો પણ આવી જાય છે અને તેની મજાક ઉડાવવા લાગે છે.

આ વિડીયો ખરેખર મજેદાર છે. આને જોઈને આપ હસવાનું કંટ્રોલ નહી કરી શકો. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયોને hepgul5 નામના એક અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ પ્રેંક વિડીયો લોકોને હસવા પર મજબૂર કરી રહ્યો છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લોકો ન માત્ર આ વિડીયો ક્લિપને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પરંતુ આના પર અલગ-અલગ પ્રકારની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ વિડીયો જોઈને આપને પણ મજા આવી જશે.

Scroll to Top