શહેરમાં ફાટી નીકળેલા ઋતુજન્ય રોગચાળાને પગલે પાલિકાના ફૂડ વિભાગે ખાણી-પીણીની લારીઓ ઉપર અને દુકાનો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, શરૂ થયેલા તહેવારોમાં લોકોનું આરોગ્ય જળવાઇ રહે તે માટે કોર્પોરેશન દ્વારા આજથી ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
શહેરમાં હાલમાં તહેવારોની શરૂઆત સાથે ઋતુજન્ય રોગચાળાએ પણ માથું ઉચક્યું છે. ત્યારે શહેરમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં પાણી-પુરીની લારીઓ તેમજ ખાણીપીણીની લારીઓ ઉપર ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ત્યારે આરોગ્ય વિભાગે શહેરની ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન ગાંઠિયાની દુકાનોમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે.
જો કે સૌરાષ્ટ્રમાં લોકો ગાંઠિયાની દુકાનો પર ટોળે વળીને નાસ્તા કરતા ઠેરઠેર દેખાતા હોય છે. જે સ્વાદના શોખીન ગુજરાતીઓની સવાર ગાંઠિયાના જ્યાફત સાથે થતી હોય છે. ત્યારે હાલમાં ફરસાણની 5 દુકાનો પર ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જોવા મળ્યો હતો.
ત્યારે જો તમે પણ ગાંઠિયાન ખાવાના શોખીન છો તો હવે ચેતી જજો. જે તમે પણ ગાંઠિયા ખાવાના શોખમાં ક્યાંક તમારા પેટમાં આ વોશિંગ પાવડર તો નથી જવા દઈ રહ્યા છો!! જે હાલમાં ચેકિંગ દરમિયાન રાજકોટની પાંચ દુકાનોમાં ગાંઠિયામાં વોશિંગ પાવડરનો ઉપયોગ થતો હોવાનુ સામે આવ્યું છે.
આ પાંચ દુકાનોમાંથી ત્રણમાં વોશિંગ સોડાનો 25 કિલો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જે વેપારીઓ વધુ નફો કરાવવાના લાલચે આવી કોરોના મહામારીમાં પણ ગ્રાહકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. ગાંઠિયામાં ખાવાના સોડાને બદલે વોશિંગ પાવડરનો ઉપયોગ કરે છે. જે લોકોના આરોગ્ય પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. ગાંઠિયાથી શરીરને નુકસાન થઇ શકે છે. જે ગાંઠિયા તમારા શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. જે ગાંઠિયા તમારા આંતરડાને નુકસાન કરી શકે છે.
શહેરના કયા એકમાં પર પાડવામાં આવ્યા દરોડા
– ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાકમાર્કેટ
– વીર બાલાજી ફરસાણ, પેડક રોડ
– સ્વામીનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મેઈન રોડ
– ચામુંડા ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ,
– ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ