બોલીવુડના ગીત ન માત્ર ભારતમાં પોપ્યુલર છે પરંતુ કેટલાય અન્ય દેશોમાં પણ આ જ પ્રકારે પસંદ કરવામાં આવે છે. આવી જ રીતે વોશિંગ્ટનના રિકી એલ પોન્ડ પણ બોલીવુડના જબદસ્ત ફેન છે કે જે કન્ટેન્ટ ક્રિએટર પણ છે.
તે સામાન્ય રીતે બોલીવુડના ગીતો પર ડાન્સ કરતા દેખાયા છે. દમ ડૂમા દમ ગીત પર પોતાના ડાન્સે બધાના દિલ જીત્યા બાદ તે ફિલ્મ રાવનના છમ્મક છલ્લો ગીત પર પોતાની પત્ની સાથે ડાન્સ કરતા દેખાયા.
View this post on Instagram
રિકી પોન્ડનો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. લગ્નની 25મી વર્ષગાઠ મનાવવા માટે રિકીએ પત્ની સાથે ડાન્સનો વિડીયો રીપોસ્ટ કર્યો છે. આ વિડીયોને પહેલા પણ રિકીએ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો પરંતુ મેરેજ એનિવર્સરીના દિવસે તેણે આ વિડીયો ફરીથી પોસ્ટ કર્યો હતો.
ટ્રેડિશનલ ઈન્ડિયન ડ્રેસમાં તૈયાર થયેલા આ કપલને સહજતાથી ડાન્સ કરતા જોઈ શકાય છે અને તેઓ પણ ખૂબ જ એન્જોય કરતા દેખાઈ રહ્યા છે. રિકીએ જ્યાં સફેદ પાયજામા સાથે લાલ કુર્તો અને ભૂરા રંગનું નહેરુ જેકેટ પહેર્યું છે ત્યાં જ તેની પત્ની રોક્સૈને નેવી બ્લ્યુ કુર્તી સેટ પહેર્યો છે. તાજેતરમાં જ શેર કરવામાં આવેલા આ ડાન્સ વિડીયોને 30,000 થી વધારે લાઈક્સ મળી ચૂકી છે અને સોશિયલ મીડિયા યુઝર્સે બંન્નેના પર્ફોર્મન્સની વાહવાહી પણ કરી છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.