એન્કર વાંચી રહ્યો હતો સમાચાર અચાનક વચ્ચે આવી ગયું કુતરું

જ્યારે આપ ટીવી પર હવામાન સમાચાર જોઈ રહ્યા હોય અને અચાનક જ ન્યુઝના સ્ટુડીયોમાં ન્યુઝ વાંચી રહેલા એન્કર પાસે કોઈ પ્રાણી દેખાય તો આપ પણ થોડા અચંબીત થઈ જશો. કંઈક આવું જ થયું કનાડાના એક ટીવી ન્યુઝ એન્કર સાથે.

જ્યારે હવામાન રિપોર્ટ દરમિયાન એક પાલતુ શ્વાન સામેથી આવી ગયું. જ્યારથી વેધર એક્સપર્ટ અને એન્કર એંથની ફાર્નેલનું પાલતુ શ્વાન રાઈવ ટીવી પર રિપોર્ટ દરમિયાન દેખાયું ત્યારથી જ ઈન્ટરનેટ પર આ શ્વાન ફેમસ થઈ ગયું છે. આ વિડીયો ક્લિપને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, ગોલ્ડનડૂડલને ગ્લોબલ ન્યુઝના મુખ્ય હવામાન અધિકારી વૈજ્ઞાનિક ફાર્નેલ 28 ઓગસ્ટના રોજ કેનેડામાં હવામાન સમાચારો વિશે વિસ્તારથી બતાવી રહ્યા હતા. ત્યાં જ અચાનક લાઈવ ટીવીમાં વચ્ચે એક શ્વાન અચાનક જ આવી જાય છે. જો કે સૌથી મોટી વાત એ છે કે, આ સમાચારનો વિડીયો એક ફની વિડીયો બની ગયો હતો. યુઝર્સ આ વિડીયોઝને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

વાયરલ ક્લિપમાં ફાર્નેલને એ કહેતા સાંભળી શકાય છે કે, બિલ્ડીંગમાંથી તોફાન જોઈ શકાય છે. આપને જણાવી દઈએ કે લાઈવ ટીવી દરમિયાન જ્યારે એક ડોગી સ્ક્રીન પર આવ્યું તો ખૂબ લાંબા સમય સુધી ફરતું દેખાયું. ટીવી પર એવું લાગ્યું કે, શ્વાન જાણે આસમાનમાં ફરી રહ્યું હોય. આ દરમિયાન કોઈએ એ ડોગને હટાવવાનો પ્રયત્ન જ ન કર્યો અને એન્કર સતત પોતાના રિપોર્ટ વિશે વાત કરતો રહ્યો.

Scroll to Top