દરેક લોકો એવા શાનદાર ઘરમાં રહેવા માંગે છે જેમાં સ્વિમિંગ પૂલ, જિમ, હોટ ટબ અને વર્લ્ડ ક્લાસ ઈન્ટિરિયર હોય.પરંતુ જરા કલ્પના કરો કે જો તમને આવા ઘરમાં ફ્રીમાં રહેવાની સાથે માટે પૈસા પણ મળે તો શું થશે. હા,યુકેના આ શાનદાર મેન્શનમાં હવેલીમાં 3 રાત રહેવા બદલ વ્યક્તિને 500 પાઉન્ડ (50 હજાર રૂપિયા) મળશે. આ મેન્શનનું નામ મનોર હાઉસ છે.
એવા લોકો કે જે કોરોના લોકડાઉનના કારણે મહિનાઓથી ઘરમાં કેદ છે તેમના માટે આ એક સુવર્ણ જેવી તક છે. તેઓ યુકેના આ મેંશનમાં ખૂબ જ આરામદાયક રજાઓ ગાળી શકે છે.
આ શાનદાર મેન્શનમાં 3 રાત્રી રોકાવા માટે એ વ્યક્તિને 500 પાઉન્ડ એટલે કે આશરે 50,000 રૂપિયા મળશે. આ મેન્શનનું નામ મનોર હાઉસ છે. આનું ઈન્ટીરિયર ખૂબ જ સુંદર છે.
આ ઘરમાં રહેતા વ્યક્તિને સ્વિમીંગ પુલ અને હોટ ટબ યુઝ કરવાની સુવિધા પણ ફ્રીમાં મળશે. તો આ સિવાય રોયલ બેડરૂમમાં રહેવાની તક પણ મળશે. આ મેન્શનમાં 8 બેડરૂમ છે. હકીકતમાં આ પૈસા આ મેન્શનનો ટેસ્ટ લેવા માટે આપવાનાં આવી રહ્યા છે.
આ મેન્શનમાં રોકાનારા વ્યક્તિને પોતાનો ફિડબેક માય હોમ મૂવ કન્વેસિંગને આપવાનો રહેશે. આના માટે એ વ્યક્તિએ 21 થી 23 સપ્ટેમ્બર સુધી આ મેન્શનમાં રોકાવું પડશે.