બનાસકાંઠા પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના ખાનગીકરણનો વિરોધ થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલ બનાસ ડેરીના ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જેથી સિવિલ બચાઓ સમિતિ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રામલીલા મેદાન ખાતે સભા કરી હતી. ત્યારબાદ જીલ્લા કલેકટર ઓફીસે આવેદનપત્ર આપ્યું હતું.
જીગ્જ્ઞેશ મેવાણીએ આક્ષેપ કરીને કહ્યું હતું કે જે પ્રકારે સરકાર સિવિલ હોસ્પિટલને ખાનગી સંસ્થાઓના હાથમાં સોંપી રહી છે. તેના કારણે ગરીબ લોકોને તકલીફ પડશે. ગુજરાતમાં જેટલી પણ સરકારી ખાનગી હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તે તમામ હોસ્પિટલ માટે આંદોલન કરવામાં આવશે.
પાલનપુરમાં સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં વડનગરથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા છે. તેમજ તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. સવિલ હોસ્પિટલનો વહીવટી બનાસડેરીના ખાનગી ટ્રસ્ટને અપાયો છે. ત્યારે તેના વિરુદ્ધ સ્થાનિકોએ સિવિલ બચાવો સમિતી રચીને હોસ્પિટલના ખાનગી કરણનો વિરોધ કર્યો છે.
તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલમાં વિરોધને મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ જોવા મળ્યું. સિવિલ હોસ્પિટલની બહાર સઘન બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જીગ્નેશ મેવાણીએ પોલીસ રાજકીય પક્ષના હાથા બનવાનું બંધ કરે તેવી અપીલ કરી છે. સાથે જ ઉનાકાંડની ઘટના બાદ સરકારે દલિતોની એક પણ માંગ સ્વીકારી ન હોવાનો પણ જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો.