સોશિયલ મીડિયા પર એક એક્ટ્રેસનો વીડિયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તમામ લોકો આ વીડિયો જોઇને આ એક્ટ્રેસ વિશે જાણવા માંગે છે. વાસ્તવમાં મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરનો આ વીડિયો વેલેન્ટાઇન ડે અગાઉ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં પ્રિયા આંખોના ઇશારાથી પ્રેમી સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.
આ વીડિયો ક્લિપ અપકમિંગ મલયાલમ ફિલ્મ ઉરુ અદાર લવના સોંગ ‘Manikya Malaraya Poovi’ નો છે. સોંગમાં એક સીનમાં પ્રિયા સ્કૂલના છોકરાને આંખથી ઇશારા કરતી જોવા મળે છે.
વીડિયોને વેલેન્ટાન ડેના પ્રતિક રૂપે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં પ્રિયા સ્ટૂડન્ટના રોલમાં છે. આ ફિલ્મ પ્રિયાની ડેબ્યૂ ફિલ્મ છે પરંતુ રીલિઝ અગાઉ જ ખૂબ ચર્ચામાં આવી ગઇ છે. ફિલ્મ 3 માર્ચના રોજ રીલિઝ થઇ રહી છે.
પ્રિયા પોતાની પ્રથમ ફિલ્મમાં જ સ્ટૂડન્ટના રોલમાં છે. જેમાં ટીનએજમાં પાંગરતા પ્રેમને બતાવવામાં આવ્યો છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે સારી ડાન્સર છે અને બીકો ફર્સ્ટ યરની સ્ટૂડન્ટ છે. આ વીડિયોને યુ-ટ્યુબ પર અત્યાર સુધીમાં 43 લાખ લોકો જોઇ ચૂક્યા છે.