રોડ પર નિકળ્યા છે દૈત્યરાજાઃ જુઓ ખૂબ વાયરલ થઈ રહેલો વિડીયો

સોશિયલ મીડિયા પર એવા કેટલાય વિડીયો વાયરલ થતા રહે છે કે જેના પર ભરોસો કરવો મુશ્કેલ થઈ જાય છે. કેટલાક લોકો આને સાચા વિડીયો માનીને શેર કરવા લાગે છે. પરંતુ તેનું સત્ય તપાસ્યા બાદ ખ્યાલ આવે છે કે, હકીકતમાં આ વિડીયો ખરેખર ખોટો હતો.

ઈન્ટરનેટ પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, લાલ રંગના એક ચૌકોર પેડ પર ઉભા રહીને એક વ્યક્તિ દૈત્યરાજાની જેમ વેશભૂષા પહેરીને તેને પેડને ચલાવી રહ્યો છે. તેને જોઈને લોકો ચોકી ગયા છે.

ગત દિવસોમાં દેશમાં ઓણમનો તહેવાર મનાવવામાં આવ્યો. કેરળના લોકો આ તહેવારને ધામધૂમથી મનાવે છે. મોટાભાગના મલયાલી કમ્યુનિટીના લોકો આ તહેવાર મનાવે છે. આપને જણાવી દઈએ કે, ઓણમ તહેવાર પાતાળ લોકથી રાજા મહાબલીની વાર્ષિક ઘરવાપસીનું પ્રતિક છે.

જ્યાં તેમને ભગવાન વિષ્ણુના વામન અવતાર દ્વારા મોકલવામાં આવ્યા હતા. કંઈક આવી જ વેશભૂષામાં દેખાયેલા એક શખ્સને જોઈને કેટલાક લોકોએ વિડીયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દિધો.

ફેસબુક પર આ વિડીયોને પ્રકાશ કુંબલે નામના એક વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક કરોડથી વધારે લોકોએ આ વિડીયોને જોયો છે અને સાડા 6 લાખ લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે. માનવામા આવે છે કે, કેરળના સૌથી ઉદાર રાજા મહાબલી પોતાની પ્રજાને ખુશ અને સમૃદ્ધ જોવા માટે પોતાના રાજ્યનો પ્રવાસ કરે છે. હિંદુ ગ્રંથો અનુસાર તે એક દૈત્ય રાજા છે. કહેવામાં આવે છે કે, તે પ્રહલાદના દિકરા અને ઋષી કશ્યપના વંશજ છે.

Scroll to Top