આ કેવું બર્થ-ડે સેલીબ્રેશનઃ બર્થ-ડે બોયને સીડી પર બાંધ્યો અને રંગ્યો… જૂઓ વિડીયો

જ્યારે કોઈનો બર્થ-ડે હોય છે ત્યારે તેના મિત્રો પાર્ટીની માંગણી કરતા હોય છે અને કેક કાપવાથી લઈને ખાવા-પીવા સુધી તમામ બાબતોમાં એન્જોય કરે છે. કેટલાક લોકો ઘર પર જ પાર્ટી કરવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો બહાર ફરીને બર્થ-ડે મનાવવા ઈચ્છતા હોય છે.

તો કેટલીક વાર બર્થ-ડે પર મિત્રો બર્થ-ડે બોયને ખૂબ જ મારતા પણ હોય છે. જો કે, આવું કોલેજ અથવા હોસ્ટેલમાં થતું જોવા મળે છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક શખ્સનો બર્થ-ડે બનાવવા માટે તેના મિત્રોએ ગજબની હરકત કરી નાંખી.

મામલો આટલેથી જ શાંત ન થયો. પરંતુ સ્કુલના દોસ્તોએ આ ભાઈને બાંધીને એવી જગ્યાએ ઉભો રાખી દિધો કે તે ઉતરી પણ નહોતો શકતો. પૂરી રીતે ગુલાબી અને સફેદ રંગના ફોમમાં રંગાયેલા આ શખ્સને જોઈને ઓળખવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. દોસ્તોએ એક ગુનેગારની જેમ તેને બાંધીને હવામાં લટકાવી દિધો હતો અને પછી તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો.

Scroll to Top