માતાપિતા ઘણીવાર તેમના બાળકો વિશે કંઈક કરવાનું વિચારે છે જેથી તેમના બાળપણની યાદો તાજી રહે. લંડનની એક માતાએ પણ આ જ વિચારસરણી હેઠળ કંઈક એવું કર્યું કે દરેક તેના વખાણ કરી રહ્યા છે. આ માતાએ દર વર્ષે શાળાના પહેલા દિવસે દીકરીનો ફોટો ક્લિક કર્યો છે. તે પણ સતત 10 વર્ષ સુધી અને તે જ પોજીશનમાં. આજે જે પણ કોઈ તેના આ કલેકશન (સંગ્રહ) ને જુએ છે, તે વાહ કીધા વગર રહી શકતા નથી.
તેને દર વર્ષે બદલતો જોવો એક રોમાંચક અનુભવ છે: સરે સ્થિત આવેલ રેડહિલ નજીક રહેતી 53 વર્ષની માતાનું નામ ડેગ્ની બાર્નેટ છે અને તેની પુત્રી 14 વર્ષની કોલે છે. શ્રીમતી બાર્નેટને આ ફોટામાં લગભગ સાત વર્ષની મહેનત બાદ જન્મેલી તેમની પુત્રીને જોવી ખૂબ જ સુકુનની વાત છે.
તેણી કહે છે કે દર વર્ષે તેનો બદલાવ જોવો રોમાંચક છે. દર વર્ષે તેની હેરસ્ટાઇલમાં ઘણો ફેરફાર થાય છે. મિરર મુજબ, કોલેની આ ફોટોની સિરીઝને ખાસ નામ આપ્યું છે, ખાતી-પીતી તંદુરસ્ત બાળકથી વધતી ટીનએજર.
પોઝ આપવાની સ્ટાઇલને લઈને સ્ટ્રીક છે માતા: ડેગ્ની બાર્નેટ એક હાઉસવાઈફ છે. તે પોતાની દીકરીના પોઝ વિશે ખૂબ જ ધ્યાન રાખે છે. એવું કહી શકાય કે એક હદ સુધી કડક પણ. તેની પુત્રીના ફોટામાં ઉંમર સાથે, હેરસ્ટાઇલથી ડ્રેસમાં ફેરફાર સ્પષ્ટ દેખાય છે.
પરંતુ તમામ પોઝિશનમાં તેનો પોઝ સરખો છે. બાજુ પર, હસતાં અને શાળા ગણવેશમાં. ડેગ્ની બાર્નેટ કહે છે કે હવે જ્યારે તેની પુત્રી 14 વર્ષની થઈ ગઈ છે, ત્યારે તેને પોતાની આ ફોટો પણ પસંદ છે. તેમના શાળાના દિવસોનાં ફોટા જોવું તેમના માટે સુખદ યાદ છે.